July 1, 2025
ટોપ ન્યુઝમહારાષ્ટ્રમુંબઈ

Lok Sabha Election: PM મોદીનો આજે મુંબઈમાં રોડ-શો, આટલા રોડ બંધ

Spread the love

 

મુંબઈઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ના ચાર તબક્કાનું મતદાન સંપન્ન થયા પછી પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે સહિત ભિવંડી લોકસભાની ચૂંટણીની બેઠક પર મતદાન કરવામાં આવશે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યા પછી જોરદાર રોડ-શો કર્યો હતો, ત્યાર બાદ આજે PM Modi મુંબઈની મુલાકાતે છે. ચૂંટણી પ્રચાર અર્થે આજે રોડ શો (Road Show)નું આયોજન કરવામાં આવ્યું છે.

આજે વડા પ્રધાન મોદી મુંબઈના ઉમેદવારોના પ્રચાર અર્થે મુંબઈની મુલાકાત લેશે. આ મુલાકાતને કારણે મુંબઈના અમુક રસ્તાઓને બંધ રાખવામાં આવ્યો છે, જ્યારે અમુક રસ્તા પર વાહનોનું ડાઈવર્ઝન આપ્યું હોવાનું ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી મુલાકાતમાં ઘાટકોપરથી મુલુંડ સુધી રોડ-શો કરશે. વર્તમાન ઉમેદવાર મિહિર કોટેચાને ટિકિટ આપી છે, જ્યારે કોટેચાની સામે ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર સંજય દિના પાટીલ સામે ટક્કર રહેશે.

એલબીએસ રોડ બપોરના બે વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી બંધ

જે મુંબઈમાં પીએમ મોદીના રોડ-શોને કારણે મુંબઈનો એલબીએસ રોડ બપોરના બે વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત, માહુલ-ઘાટકોપર રોડના મેઘરાજ જંક્શનથી આરબી કદમ જંક્શન સુધી ઉત્તર અને દક્ષિણ દિશામાં બપોરના બે વાગ્યા સુધી રાતના દસ વાગ્યા સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે પંદર તારીખના સંપૂર્ણ એલબીએસ રોડ અને તેને જોડતા મેઈન રોડની આસપાસ પણ 100 મીટરના વિસ્તારમાં નો-પાર્કિંગ રહેશે.

આ ઉપરાંત, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે, અંધેરી-કુર્લા રોડ, સાકી વિહાર રોડ, એમઆઈડીસી સેન્ટ્રલ રોડ, સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ (એસસીએલઆર), સાયન બાંદ્રા લિંક રોડ, જોગેશ્વરી વિક્રોલી લિંક પર વૈકલ્પિક રોડ મુસાફરી કરી શકાશે.

આમ છતાં બપોરના બે વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી એલબીએસ રોડના ગાંધીનગર જંક્શનથી નૌપાડા જંક્શન સુધી, માહુલ-ઘાટકોપર રોડના મેઘરાજ જંક્શનથી આરબી કદમ જંક્શનથી સાકીનાકા જંક્શન સુધી અંધેરી ઘાટકોપર લિંક રોડ, હિરાનંદાની કૈલાસ કોમ્પ્લેક્સ રોડથી ગુલાટી પેટ્રોલ પંપ જંક્શન ગોલીબાર મેદાન અને ઘાટકોપર મેટ્રો સ્ટેશનથી સર્વોદય જંક્શનનો સમાવેશ થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!