July 1, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

PM Modi US Visit: PM Modi 10 વર્ષમાં નવમી વખત અમેરિકા પહોંચ્યા, જાણો કેમ?

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે રવાના થયા અને તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યુચરને પણ સંબોધિત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના 10 વર્ષના કાર્યકાળમાં નવમી વખત અમેરિકાની મુલાકાતે છે. ત્રીજી વખતના કાર્યકાળમાં પીએમ તરીકે કાર્યભારત સંભાળ્યા પછી પહેલી વખત મોદી અમેરિકા પહોંચ્યા છે. શનિવારે પીએમ મોદી રાષ્ટ્રપતિ જો બાઈડેન મળવાની સાથે ખાસ કરીને ચીન-યુક્રેન અંગે પણ ચર્ચા કરવાની અપેક્ષા છે. ફિલાડેલ્ફિયા ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીયોએ ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટ પર મોદી-મોદીના નારા ગૂંજી ઊઠ્યા હતા અને મોદીએ અમેરિકાના ભારતીય સમુદાયને સંબોધ્યા પણ હતા.


quad summit
સરહદી વિવાદોને શાંતિપૂર્વક નિકાલ લાવો
ક્વાડ સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધને લઈને દુનિયામાં આતંકવાદ અને ચીન મુદ્દે ચર્ચા કરવામાં આવી. ક્વાડ નેતાઓ સંયુક્ત રીતે નિવેદન બહાર પાડીને પૂર્વ અને દક્ષિણ ચીન સાગરની સ્થિતિને લઈ ગંભીર છે. સરહદી-દરિયાઈ વિવાદોને શાંતિપૂર્વક અને આંતરરાષ્ટ્રીય કાયદાની સીમામાં નિરાકરણ લાવવું જોઈએ. રશિયા-યુક્રેનના યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરતા પણ કહ્યું કે યુદ્ધથી ભયાનક અને દુખદ માનવીય પરિણામો ભોગવવા પડે છે. દરિમયાન ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ઘાતક મિસાઈલ પરીક્ષણો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
અમેરિકાના પ્રમુખે સોશિયલ મીડિયા પર આવકાર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સોશિયલ મીડિયા એક્સ (અગાઉ ટવિટર) પર લખ્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આલ્બેનીઝ (ઓસ્ટ્રેલિયન) અને કિશિદા (જાપાન)નું સ્વાગત કરું છું. આ નેતાઓ ઈન્ડો-પેસિફિક રિજનમાં ખુલ્લા અને સ્વતંત્ર પક્ષનું સમર્થન કરે છે. તેઓ મારા અને અમેરિકાના મિત્ર છે. હું આશા રાખું છું કે શિખર સંમેલનથી ઘણું બધુ હાસલ કરીશું.
જતા પહેલા પીએમ મોદીએ શું જણાવ્યું
રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા અમેરિકામાં વિલમિંગટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટને સંબોધવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે છે. મોદીએ કહ્યું હતું કે હું મારા સહયોગી રાષ્ટ્રપતિ બાઈડન, પ્રધાનમંત્રી આલ્બેનીઝ અને જાપાનના વડા પ્રધાન કિશિદાની સાથે ક્વાડ શિખર સંમેલનમાં સામેલ થવા માટે ઉત્સુક છું. આ મંચ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માટે સમાન વિચારધારા ધરાવતા દેશોના મુખ્ય જૂથ તરીકે ઊભરી આવ્યું છે.
વિશ્વના કલ્યાણ માટે ભાગીદારી જરુરી
અમેરિકન પ્રમુખ બાઈડન સાથેની મારી મુલાકાત અમને અમારા લોકો અને વૈશ્વિક ભલા માટે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે નવા માર્ગોની સમીક્ષા કરવા અને ઓળખવાની મંજૂરી આપશે. હું ભારતીય પ્રવાસીઓ અને મહત્વના અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું, જેઓ પ્રમુખ હિતધારક છે અને વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી વચ્ચે અનન્ય ભાગીદારીને જીવંતતા પ્રદાન કરે છે. આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું હતું કે ભવિષ્યના શિખર સંમેલન એ વૈશ્વિક સમુદાય માટે માનવતાની સુધારણા માટે આગળનો માર્ગ નક્કી કરવાની તક છે.
2025માં ભારત ક્વાડ લીડર્સની યજમાની
ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત માટે પીએમ મોદી રવાના થયા છે, જ્યાં આજે મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકામાં પીએમ મોદીના ભરચક કાર્યક્રમો અંગે પીએમ મોદી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મળે એવી પણ અટકળો વ્યક્ત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા અને ભારતનો ક્વાડ ગ્રુપમાં સમાવેશ થાય છે. 2025માં ભારત ક્વાડ લીડર્સની યજમાની કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!