July 1, 2025
ઈન્ટરનેશનલનેશનલ

PM Narendra Modiએ દુનિયામાં ભારતનું કદ વિસ્તાર્યુંઃ મૂળ ભારતીય-અમેરિકન નેતાનો દાવો

Spread the love

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કા પછી આગામી બે તબક્કાનું મતદાન અઠવાડિયામાં હાથ ધરાશે, ત્યારે સત્તામાં આવવા માટે સત્તાધારી પાર્ટી સાથે વિપક્ષ પણ તૈયાર છે, ત્યારે વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ટોચના એક નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અંગે રસપ્રદ નિવેદન આપ્યું છે.
ભારતીય અમેરિકન સમુદાયના એક નેતા કહ્યું કે ભારતના પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ દુનિયામાં ભારતનું નામ આગળ કર્યું છે અને પ્રવાસી ભારતીયોને એક નવી ઓળખ પણ આપી છે. ભારતીય મૂળના અમેરિકન પ્રેમ ભંડારીએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે તેમના (પીએમ મોદી) લક્ષ્યાંકોને હાંસલ કરવા વૈશ્વિક ભારતીય સમુદાય ભાગીદારી માટે પણ તૈયાર છે.
પ્રેમ ભંડારીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં અમે 2030થી પહેલા દુનિયામાં સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના રસ્તે છે. પીએમ મોદીએ ભારતીય સમુદાયને એક નવી ઓળખ પણ આપી છે. ભંડારીની બીજી ઓળખ આપીએ તો જયપુર ફૂટ યુએસએના પ્રમુખ છે. ઉપરાંત, રાજસ્થાન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ પણ છે.
ભંડારીએ કહ્યું કે 2014 પછી પ્રવાસી ભારતીયોને દુનિયાભરમાં સન્માનની નજરે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે યુક્રેનના સકંટ પછી ફસાયેલા વિદ્યાર્થીઓ-ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. અમેરિકા હોય કે સાઉદી અરેબિયા ભારતીય સમુદાયને ગંભીરતા લે છે અને એનો શ્રેય વડા પ્રધાન મોદીને જાય છે. પાસપોર્ટ મુદ્દે આધુનિકીકરણ મુદ્દાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને પણ અનુરોધ કર્યો હતો કે વિઝાના નિયમોના ઉલ્લંઘનને કારણે પૂરી થયેલા પાસપોર્ટની વેલિડિટી અથવા જેમના પાસપોર્ટ નવા કરવામાં આવ્યા નથી તેમને પાસપોર્ટ નવીનીકરણ કરવાનો અધિકાર હોવો જોઈએ, એમ પણ તેમણે સરકારને આગ્રહ કર્યો હતો અને આ દિશામાં પોતે વધુ કામ કરશે, એવો પણ દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!