Breaking News: પીએમ મોદીને સંસદીય દળના નેતા તરીકે પંસદગી કરવામાં આવી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં NDA ને સ્પષ્ટ બહુમતી મળ્યા પછી હવે સરકાર ગઠન કરવા આગેકૂચ કરી છે. ભાજપની આગેવાનીમાં સાથી પક્ષમાં ખાસ ટીડીપી, જનતા દળ, શિવસેના સહિત અન્ય પાર્ટી મળીને રવિવારે સરકાર તરીકે શપથવિધિ લેશે. આજે NDAની બેઠકમાં નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી એનડીએ સંસદીય દળના લીડર તરીકે રાજનાથ સિંહે પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને સાથી પક્ષના નેતાઓએ સર્વ સંમતિથી માન્ય કર્યો હતો. એ વખતે રાજનાથ સિંહે કહ્યું હતું કે દેશ ભાગ્યશાળી છે કે પીએમ તરીકે નરેન્દ્ર મોદી મળશે. અમિત શાહે પણ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષ માટે મોદી બનશે વડા પ્રધાન.
Addressing the NDA Parliamentary Party meeting.https://t.co/DLZlCgVKem
— Narendra Modi (@narendramodi) June 7, 2024
રાજનાથ સિંહ દ્વારા રજૂ કરાયેલા ઠરાવ માટે એનડીએમાં વિવિધ પાર્ટી પૈકી TDPના પ્રમુખ એન ચંદ્રાબાબુ નાયડુ, બિહારના સીએમ નીતીશ કુમાર, જેડીએસ નેતા એચડી કુમારસ્વામી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, અનુપ્રિયા પટેલ અને હિન્દુસ્તાની અવામ મોરચાના સ્થાપક જીતન રામ માંઝીનો સમાવેશ થાય છે.
નીતીશ કુમારે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે જે કામ બાકી રહયા છે આગામી પાંચ વર્ષમાં મોદી પૂરા કરશે અને એમાં અમારો પુરો સહકાર રહેશે, જ્યારે ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે મોદીએ લોકસભાની ચૂંટણીમાં ત્રણ મહિના સખત મહેનત કરી છે. નરેન્દ્ર મોદીને ટીડીપીનો સંપૂર્ણ સાથ છે. એકનાથ શિંદેએ (શિવસેના) એ કહ્યું હતું કે મોદીને જનતાએ સ્વીકાર્યા છે અને બીજેપી અને શિવસેનાની ગઠબંધન ફેવિકોલ જેવું છે, જે ક્યારેય તૂટશે નહિ.