July 3, 2025
ટોપ ન્યુઝનેશનલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ Modi Ka Pariwaarના સભ્યોને કરી આ ખાસ અપીલ…

Spread the love

નવી દિલ્હીઃ રવિવારે સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાનપદના શપથ લઈને પીએમ નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)એ દેશનો કારભાર હાથમાં લીધો છે. પરંતુ આ બધા વચ્ચે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા યુઝર્સને લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના સમર્થન આપતી વખતે સોશિયલ મીડિયામાં પર લખેલા ‘મોદી કા પરિવાર’ શબ્દને હટાવવાની અપીલ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને કહ્યું કહ્યું હતું કે, આપણે બધા એક પરિવાર છીએ અને આ મેસેજ લોકો સુધી એકદમ અસરકારક રીતે પહોંચાડ્યા બાદ હવે હું ફરી વખત તમને એક અપીલ કરવા માંગુ છું. દરેક ભારતીય નાગરિકોનો હું આભાર માનું છું અને એમને વિનંતી કરું છું કે હવે તમે લોકો તમારા સોશિયલ મીડિયામાંથી પ્રોફાઈલ પરથી ‘મોદી કા પરિવાર’ શબ્દને હટાવી શકો છો.

તેમણે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ કહ્યું છે કે આપણે બધા જ એક પરિવાર જેવા છીએ અને આ સંદેશો અસરકારક રીતે લોકો સુધી પહોંચાડ્યા બાદ, હું લોકોને વિનંતી કરું છું કે તેઓ હવે તેમના સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ શબ્દને દૂર કરવાની અને ડિસ્પ્લે નામ બદલવાની અપીલ કરૂ છું, પરંતુ એ બાદ પણ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ પરિવાર તરીકે અમારું બંધન તો એકદમ મજબૂત અને અતૂટ રહેશે.

અહીંયા તમારી જાણ માટે કે લોકસભાની ચૂંટણી વખતે વિરોધ પક્ષ દ્વારા નરેન્દ્ર મોદી પર પરિવારને લઈને કરાયેલા નિવેદનનો પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા માટે કેન્દ્રીય પ્રધાન મંડળના સભ્યો તેમ જ વિવિધ રાજ્યના ભાજપના મુખ્ય પ્રધાન, વિધાન સભ્યો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકરો અને ભાજપના સમર્થકોએ સોશિયલ મીડિયા પર પોતાના નામની પાછળ મોદી કા પરિવાર શબ્દ લખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!