Election Special: હરિયાણા-કાશ્મીરમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી કર્યો પ્રચાર, કોણ અસરકારક?
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી પછી હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી. આજે વિધાનસભાની ચૂંટણીન પરિણામો જાહેર થશે. 16મી ઓગસ્ટના ચૂંટણી પંચે હરિયાણા અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. એના પછી સત્તાધારી પાર્ટીઓની સાથે વિપક્ષે પણ બંને રાજ્યમાં પોતાની સરકાર બનાવવા એડી ચોટીનું જોર લગાવ્યું. ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં બંને રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદીએ આઠ વખત ચૂંટણીની રેલી-કાર્યક્રમો યોજ્યા હતા, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પંદર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પીએમ મોદીએ આઠ જિલ્લામાં આઠ કાર્યક્રમ તો રાહુલ ગાંધીએ પંદર જિલ્લામાં પંદર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જ્યારે મોદીએ આઠ રેલી અને રાહુલ ગાંધીએ 13 રેલીમાં ભાગી લીધો હતો. આજે સવારથી બંને રાજ્યમા મતગણતરી ચાલુ છે, જેમાં બંને રાજ્યોમાં પચાસ દિવસથી વધુ ચૂંટણીની પ્રક્રિયા ચાલી હતી. મોદી કરતા રાહુલ ગાંધીએ વધુ ચૂંટણીના કાર્યક્રમો અને રેલીમાં પ્રચાર કર્યો હતો.
હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ 16મી ઓગસ્ટના કરવામાં આવી હતી. તારીખની જાહેરાતના એક મહિના પછી મોદીએ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનની શરુઆત કરી હતી.
14મી સપ્ટેમ્બરના હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પહેલી સભા યોજી હતી. એના સિવાય ઓનલાઈન સંવાદ પણ કર્યો હતો. હરિયાણામાં પીએમ મોદીએ કુરુક્ષેત્ર જિલ્લામાં પહેલી સભા યોજી હતી, ત્યારબાદ 25 સપ્ટેમ્બરે સોનીપત, 28ના હિસાર અને પહેલી ઓક્ટોબરના પલવલ જિલ્લામાં અંતિમ ચૂંટણી સભા યોજી હતી. કાશ્મીરમાં 14મીના ડોડા, 19મી સપ્ટેમ્બરના શ્રીનગર, કટરા અને જમ્મુમાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની તારીખ જાહેર થયા પછી રાહુલ ગાંધી અઠવાડિયા લાંબો ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ શરુ કર્યો હતો. પંદર જિલ્લામાં પંદર કાર્યક્રમની સાથે રેલી, જનસભા અને યાત્રાનો પણ સમાવેશ થાય છે. બંને રાજ્યોમાં સ્ટાર નેતાઓની સાથે અનેક સ્ટાર પ્રચારકોએ પણ પ્રચાર કર્યો હતો. પ્રાથમિક ડેટા પ્રમાણે હરિયાણામાં સવારથી કોંગ્રેસ આગળ હતી, ત્યારબાદ બપોરના સમય સુધીમાં ભારતીય જનતા પાર્ટી 48 બેઠક (2019માં 4 બેઠક મળી હતી) પણ આગળ છે, જ્યારે કોંગ્રેસ (2019માં 31 સીટ કરતા વધુ) 35 બેઠક પર આગળ છે. હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસને 2019ની તુલનામાં ફાયદો છે, જ્યારે કાશ્મીરમાં ગઠબંધનને કારણે કોંગ્રેસ પ્લસમાં રહ્યું છે.
