July 1, 2025
મહારાષ્ટ્ર

વાશિમમાં PM Modiએ જગદંબા મંદિરમાં કર્યા દર્શન, રાહુલ ગાંધીએ કોલ્હાપુરમાં ભાજપ પર કર્યાં પ્રહારો

Spread the love

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી એકસાથે બંને મહારાષ્ટ્રની મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સાથે અનેક પ્રકલ્પોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે, ત્યારે સવારે વડા પ્રધાન મોદીએ વાશિમના પોહરાદેવીના જગદંબા મંદિરની પૂજાપાઠ કરી હતી. એના પછી મોદીએ પોહરાદેવી સ્થિત સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિ પર જઈને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.


સંત સેવાલાલ મહારાજની સમાધિએ જઈને પારંપારિક ઢોલ વગાડ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજી બાજુ વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે કોલ્હાપુરની મુલાકાતે પહોંચ્યા હતા. કોલ્હાપુરના ભગવા ચૌક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
કોલ્હાપુરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ આજે પણ એ જ વિચારધારાની સામે લડે છે, જેની સામે શિવાજી મહારાજે લડાઈ લડ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે નિયત જોવા મળી રહી છે, જે નિયતને ક્યારેય છુપાવી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારે શિવાજી મહારાજની મૂર્તિ બનાવી અને થોડા દિવસો પછી તૂટી ગઈ. એમની નિયત ખરાબ હતી અને મૂર્તિ મેસેજ આપ્યો હતો. શિવાજી મહારાજની મૂર્તિ બનાવી તો એની વિચારધારાની પણ રક્ષા કરવી પડશે. ભાજપના લોકો શિવાજી મહારાજની મૂર્તિ સામે હાથ તો જોડે છે, પરંતુ 24 કલાક તેમની વિચારધારા વિરુદ્ધમાં કામ કરે છે.


રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ મૂક્તા કહ્યું કે તેઓ લોકોને ધમકાવવાનો પ્રયાસ કરે છે. આદિવાસી રાષ્ટ્રપતિને રામ મંદિર અને સંસદના ઉદ્ધાટનમાં સામેલ કર્યા નહોતા. આ કોઈ રાજકીય લડાઈ નથી, પરંતુ વિચારધારાની લડાઈ છે. એક વિચારધારા બંધારણની રક્ષા કરે છે તેમ જ સમાનતા અને એકતાની વાત કરે છે. બીજી વિચારધારા-શિવાજી મહારાજની વિચારધારાને ખતમ કરવાના પ્રયાસમાં લાગી છે. લોકોને ડરાવવા અને ધમકાવે છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે સંવિધાનને બચાવવાની લડાઈ નવી નથી, જે વિચારધારા સામે શિવાજી મહારાજ લડ્યા, એ જ વિચારધારા સામે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજે સંદેશ આપ્યો હતો કે દેશ તમામ લોકોનો છે. તમામ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ. કોઈને અન્યાય કરવો જોઈએ નહીં. આજે સંવિધાન શિવાજી મહારાજની વિચારધારાનું ચિહ્ન છે. શિવાજી મહારાજની વિચારધારાથી બંધારણ બન્યું હતું, કારણ કે એમાં એ તમામ વાત છે, જેના માટે તેઓ આખી જિંદગી લડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!