July 1, 2025
ટોપ ન્યુઝધર્મ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિવેણીસંગમ ખાતે લગાવી ડૂબકી, જુઓ વીડિયો

Spread the love

પ્રયાગરાજઃ 140 વર્ષ પછી યોજવામાં આવેલા પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. પીએમ મોદીએ ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી પણ લગાવી હતી અને જેટી પર ઊભા રહીને મોદીએ ગંગાજીને પ્રણામ કર્યા હતા, ત્યાર બાદ આચમન લઈને ડૂબકી પણ લગાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડૂબકી લગાવ્યા પછી સંગમ ખાતે સ્નાન કર્યુ હતું. ભગવા રંગના કૂર્તા સાથે બ્લુ કલરનો ગમછામાં મોદી જોવા મળ્યા હતા. ઉપરાંત, રુદ્રાક્ષની માળા પર મોદીના હાથમા હતી. ગંગા મૈયામાં ડૂબકી લગાવ્યા પછી સૂર્ય દેવને અર્ધ્ય પણ ચઢાવ્યું હતું, જ્યારે એ વખતે મંત્રોચ્ચાર પણ કરતા જોવા મળ્યા હતા. ગંગાજીમાં સ્નાન કર્યા પછી નિરંતર ધ્યાન ધરતા જોવા મળ્યા હતા. મોદીએ ગંગાજીમાં ડૂબકી લગાવી ત્યારે હજારો લોકોએ મોદીને જોઈને અભિવાદન કર્યું હતું.


એકલા પીએમ મોદીએ જ લગાવી ડૂબકી
સંગમ ખાતે સ્નાન કરતી વખતે પીએમ મોદી ભગવા રંગના કૂર્તા સાથે ટ્રેકસૂટમાં સજ્જ હતા, જ્યારે લાલ રંગનું સ્વેટર પહેર્યું હતું. સંગમમાં સ્નાન કર્યા પહેલા સીએમ યોગિની સાથે તેમણે નૌકાવિહાર કર્યું હતું અને એ વખતે બંને વચ્ચે વાતચીતનો દૌર પણ ચાલુ રહ્યો હતો. પીએમ મોદી સાથે ત્રિવેણીસંગમ ખાતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી સાથે હતા, પરંતુ એકલા પીએમ મોદીએ જ ડૂબકી લગાવી હતી એ વખતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

38 કરોડ લોકોએ કર્યું છે સ્નાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ કુંભમાં પહોંચ્યા પછી ગંગાજીમાં સ્નાન કરીને દેશવાસીઓ કુશળ રહે એની સૌને શુભેચ્છા આપી હતી. પીએમ મોદી પ્રયાગરાજ એરપોર્ટ પરથી ઉતરીને હેલિકોપ્ટરથી ડીપીએસ સ્કૂલના ગ્રાઉન્ડ પહોંચ્યા હતા, ત્યારબાદ અરૈલ ઘાટથી નાવ મારફત સંગમ ઘાટ પહોંચ્યા હતા, જ્યાં આદિત્યનાથ તેમની સાથે રહ્યા હતા. અહીં એ જણાવવાનું કે અત્યાર સુધીમાં 38 કરોડ લોકોએ કુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડમાં 30 લોકોના મોત સાથે મહાકુંભમાં આગના બનાવમાં ટેન્ટને નુકસાન પહોંચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!