વારાણસીનું કલ્યાણઃ આજે પીએમ મોદી 6,100 કરોડના વિવિધ એરપોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે, જ્યાં એક કરતા એરપોર્ટ સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત, આજે પીએમ મોદી આરજે સંકરા આંખની હોસ્પિટલનું ઉદઘાટન કરશે તેમ જ જાહેર જનતાને પણ જનમેદનીને સંબોધશે.
આજે વડા પ્રધાન મોદી વારાણસીમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ વડા પ્રધાન એરપોર્ટ રનવેનાં વિસ્તરણ અને વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં આશરે રૂ. 2870 કરોડનાં મૂલ્યનાં નવા ટર્મિનલ બિલ્ડિંગ અને આનુષંગિક કાર્યો માટે શિલારોપણ કરશે. તેઓ રૂ. 570 કરોડથી વધારેનાં મૂલ્યનાં મૂલ્યનાં આગ્રા એરપોર્ટ પર આશરે રૂ. 910 કરોડનાં દરભંગા એરપોર્ટ પર અને આશરે રૂ. 1550 કરોડનાં બાગડોગરા એરપોર્ટ પર ન્યૂ સિવિલ એન્ક્લેવનું શિલારોપણ પણ કરશે.
એરપોર્ટ પેસેન્જર ક્ષમતામાં થશે વધારો
પીએમ મોદી રૂ. 220 કરોડથી વધારેનાં મૂલ્યનાં રીવા એરપોર્ટ, મા મહામાયા એરપોર્ટ, અંબિકાપુર અને સરસાવા એરપોર્ટનાં નવા ટર્મિનલ ભવનોનું ઉદઘાટન કરશે. અહીંના એરપોર્ટની સંયુક્ત પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વાર્ષિક 2.3 કરોડથી વધુ પ્રવાસીઓ સુધી વધશે.
રમતગમત માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાઓ પ્રદાન કરવાના તેમના વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રી ખેલો ઇન્ડિયા યોજના અને સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂ. 210 કરોડથી વધારેની કિંમતનાં વારાણસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં પુનર્વિકાસનાં બીજા અને ત્રીજા તબક્કાનું ઉદઘાટન કરશે.
વડા પ્રધાન મોદી સારનાથમાં બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત વિસ્તારોનાં પ્રવાસન વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. આ વધારાઓમાં પદયાત્રીઓને અનુકૂળ શેરીઓનું નિર્માણ, નવી ગટર લાઇનો અને અપગ્રેડેડ ડ્રેનેજ સિસ્ટમ, સ્થાનિક હસ્તકળા વિક્રેતાઓને પ્રોત્સાહન આપવા આધુનિક ડિઝાઇનર વેન્ડિંગ કાર્ટ્સ સાથે આયોજિત વેન્ડિંગ ઝોન સામેલ છે. પીએમ મોદી આજે બનાસુર મંદિર અને ગુરુધામ મંદિરમાં પ્રવાસન વિકાસ કાર્યો, બ્યુટિફિકેશન અને પાર્ક્સના પુનર્વિકાસ વગેરે જેવી અન્ય કેટલીક પહેલોનું ઉદઘાટન પણ કરશે.