સુશાસનઃ પીએમ મોદીએ હવે નવો ઈતિહાસ રચ્યો, શાસન કરવામાં ઈન્દિરા ગાંધીથી આગળ નહેરુથી પાછળ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે. શુક્રવારે મોદીએ સતત 4,078 દિવસ પ્રધાનમંત્રી તરીકે રહીને નવો રેકોર્ડ બનાવ્યો છે અને તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને પાછળ રાખ્યા છે. પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી 4,077 દિવસ શાસન કર્યું હતું. હવે મોદી ભારતના ઈતિહાસમાં સૌથી વધુ દિવસો શાસન કરનારા નેતા બન્યા છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી આગળ પહેલા પીએમ જવાહરલાલ નહેરુ છે હવે સવાલ લોકોને એ પણ સતાવે છે કે વડા પ્રધાન રેકોર્ડ તોડશે કે નહીં.
બિહારથી લઈને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો પડકાર
એનડીએની આગેવાની હેઠળની સરકારને માથે હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણી અને મહારાષ્ટ્રમાં પાલિકાની સંભવિત ચૂંટણી માટે પ્રતિષ્ઠાનો સવાલ બની છે, તેમાંય રાષ્ટ્રીય પ્રમુખ, ઉપરાષ્ટ્રપતિની નિમણૂક અને વડા પ્રધાન સપ્ટેમ્બરમાં રાજીનામાની અટકળોને લઈ સત્તાધારી પાર્ટીના કેમ્પમાં એક કરતા અનેક ઉથલપાથલ અને પડકારોનું થયું છે નિર્માણ.

4078 દિવસ શાસન કરીને ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળના 4,078 દિવસ પૂરા કર્યા છે અને પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરીથી 1966થી 24 માર્ચ 1977 સુધી સતત 4,077 દિવસ શાસન કર્યું હતું. જ્યારે 4,077 દિવસ પાર કરતા નરેન્દ્ર મોદીએ નવો ઈતિહાસ રચ્યો છે, જ્યારે ચાચા નહેરુથી હજુ પાછળ છે. 25 જુલાઈ 2025થી 4,078 દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યા છે અને એમના નામે અનેક ઐતિહાસિક ઉપલબ્ધિઓ પણ નોંધવામાં આવી છે તો જાણીએ તેમની સિદ્ધિઓને.
આઝાદી પૂર્વેના પહેલા બિનકોંગ્રેસી પ્રધાનમંત્રીનો રેકોર્ડ
પહેલી વાત કરીએ તો કોંગ્રેસમાંથી મોટા ભાગના પીએમ બન્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદી પહેલા એવા વડા પ્રધાન છે, જે બિનકોંગ્રેસી છે. ગુજરાતનું નેતૃત્વ કરનારા ભારતીય જનતા પાર્ટીની આગેવાનીના એકમાત્ર પીએમ પણ છે. ત્રણ વખત સત્તામાં આવ્યા 2014 અને 2019માં ભાજપને પૂર્ણ બહુમતીથી જીત અપાવી હતી, જ્યારે 2024માં એનડીએના સંગઠનના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે 2002, 2007 અને 2012માં બન્યા, જ્યારે 2014, 2019 અને 2024માં પીએમ બનીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

પીએમ મોદીનો રાજકીય કાર્યકાળમાં છ વખત ચૂંટણી જીત્યા
ઈન્દિરા ગાંધી પછી તેઓ બીજી વખત પીએમ બન્યા હતા, જેમને પૂર્ણ બહુમતથી સત્તામાં આવ્યા હતા. દિવગંત જવાહરલાલ નહેરુ સિવાય ભારતના અન્ય રાજકીય પક્ષોના નેતા તરીકે સતત ત્રણ વખત ચૂંટણી જીતનારા એકમાત્ર વડા પ્રધાન છે. ભારતના તમામ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓમાં તેઓ એક એવા નેતા છે, જેમને કોઈ પક્ષના નેતા તરીકે છ વખત ચૂંટણી જીત્યા છે. ભારતના રાજકારણમાં 24 વર્ષના કાર્યકાળમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. ભાજપના નેતૃત્વમાં અટલ બિહારી વાજપેયી પણ પીએમ બન્યા હતા, પરંતુ તેમનો કાર્યકાળ લાંબો રહ્યો નહોતો. પીએમ તરીકે ડો. મનમોહન સિંહ અને પીવી નરસિંહારાવે પણ સુશાસન કરીને દેશને નવી દિશા આપી હતી એ વાત ચોક્કસ કહી શકાય.
મોદીએ રેલવે સ્ટેશન પર ચા વેચવાનું પણ કામ પણ કર્યું છે
ગુજરાતના વડનગરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા. રાજકારણમાં જોડાયા પૂર્વે તેઓ પિતા સાથે રેલવે સ્ટેશન પર ચા વેચવાનું પણ કામ કરતા હતા. દેશ માટે કંઈક કરવાની અદમ્ય ઈચ્છાઓને કારણે રાજકીય કારકિર્દીમાં એક પછી એક મુકામ હાંસલ કર્યા અને 2014માં ભાજપને ઐતિહાસિક જીત અપાવવામાં સફળ રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી પછી પ્રધાનમંત્રી બનીને દેશને વિકાસનું નવું સૂત્ર આપ્યું છે, જે 2047 સુધીમાં સાકાર કરવાનો મંત્ર આપ્યો છે.
