… અને PM Narendra Modi પેરાલિમ્પિક્સના ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીની ઈચ્છા પૂરી કરવા જમીન પર બેસી ગયા!
નવી દિલ્હીઃ આ વર્ષના પેરિસ ઓલમ્પિક ભલે ભારતનું પ્રદર્શન ખાસ સંતોષકારક ના રહ્યું હોય પણ, આ વખતનું પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ભારત માટે ખૂબ જ ખાસ હતું. ખાસ હોય પણ કેમ નહીં ભારતના એથલીટ્સે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 29 મેડલ પોતાના નામે કરીને ભારતનું નામ રોશન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ભારતનું નામ રોશન કરીને પાછા ફરેલા આ ખેલાડીઓ સાથે ખાસ મુલાકાત કરી હતી અને આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી એક ખેલાડીની ઈચ્છા પૂરી કરવા માટે જમીન પર બેસી ગયા હતા. આવો જોઈએ આખરે શું હતી ખેલાડીની ઈચ્છા…
ફ્લોર પર બેસીને મોદી દિલ જીતી લીધું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે વાતચીત કરી અને તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ દરમિયાન તેમણે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નવદીપ સિંહ માટે કંઈક એવું કર્યું, કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને પીએમ મોદીએ હર હમેંશની જેમ દેશવાસીઓના દિલ જીતી લીધા હતા.
પીએમ મોદી અને નવદીપ સિંહનો વીડિયો વાઈરલ
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં પીએમ મોદી અને નવદીપ સિંહ વાતચીત કરી રહ્યા છે. નાની ઉંચાઈ ધરાવતા નવદીપ સિંહે F41 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને તે પીએમ મોદી માટે કેપ લઈને આવ્યો હતો. નવદીપની ઈચ્છા હતી કે તે ખુદ પીએમ મોદીને કેપ પહેરાવે. આવી પરિસ્થિતિમાં પીએમ મોદી તેની આ ઈચ્છા પૂરી કરવા માટે જમીન પર બેસી ગયા અને ત્યાર પછી નવદીપે તેમને કેપ પહેરાવી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ નવદીપ સિંહને તેના ટી શર્ટ પર ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
અને એ સાંભળીને નવદીપ સિંહે હસી પડ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે નવદીપ સિંહે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેડલ જીત્યા બાદ ખૂબ જ આક્રમકતા દેખાડી હતી અને તેણે ખૂબ જ આક્રમક રીતે આ જીતની ઉજવણી પણ કરી હતી. પીએમ મોદીએ પણ નવદીપ સિંહના ગુસ્સાની વાત કરી અને કહ્યું, તમારો વીડિયો જોયો અને બધા ખૂબ જ ડરી ગયા હતા. આ સાંભળીને નવદીપ સિંહ હસી પડ્યો હતો. ત્યાર પછી તેણે પીએમ મોદીને કેપ પહેરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પીએમ તેની આ ઈચ્છા પૂરી કરવા તૈયાર પણ થઈ ગયા હતા. નવદીપ માટે તેઓ જમીન પર બેસી ગયા હતા અને કેપ પહેરી હતી. આ ઉપરાંત નવદીપ સિંહે જે હાથે તે ભાલો ફેંકે છે તે હાથ પર પીએમ મોદીનો ઓટોગ્રાફ પણ લીધો હતો. આ વીડિયો શેર કરવામાં આવ્યો એની થોડાક સમય બાદથી જ વાઈરલ થવા લાગ્યો હતો અને હજારો લોકો તેને જોઈ અને લાઈક કરી ચૂક્યા છે.