PM Modi ફરી એક વાર વિશ્વના લોકપ્રિય નેતા બન્યા, જાણો ટોચના 10 લોકપ્રિય નેતાની યાદી
10 Popular World Leaders: વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 69 ટકા રેટિંગ સાથે ટોચના ક્રમે રહ્યા છે, જ્યારે બીજા ક્રમે 63 ટકા રેટિંગ સાથે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રોડોર છે.
આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર દુનિયાના લોકપ્રિય નેતાઓની યાદીમાં ફરી એક વાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટોચના સ્થાને રહ્યા છે, જ્યારે દુનિયાની મહાસત્તા ગણાતી અમેરિકાના રાષ્ટ્રપતિ અને બ્રિટનમાં તાજેતરમાં ચૂંટાયેલા બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરને પણ પાછળ છોડી દેવામાં આવ્યા છે. મોર્નિંગ કન્સલ્ટન્ટ તરફથી ફરી એકવાર રેન્કિંગ જારી કરવામાં આવ્યું છે.
મોર્નિંગ કન્સલ્ટન્ટ ગ્લોબલ ફર્મ જે વૈશ્વિક નેતાઓના મુખ્ય નિર્ણયો પર નજર રાખે છે અને એના આધારે રેટિંગ જારી કરે છે. આઠથી 14 જુલાઈની વચ્ચે એકત્ર કરવામાં આવેલા સર્વે અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 69 ટકાના સમર્થન સાથે પહેલા ક્રમે છે. બીજા ક્રમે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રેડોરને 62 ટકા સમર્થન મળ્યું છે. 25 નેતાની યાદીમાં છેલ્લા સ્થાને જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા છે, જ્યારે તેમનું રેટિંગ 16 ટકાનું છે.
ગ્લોબલ મોર્નિંગ કન્સલ્ટન્ટના અહેવાલ અનુસાર સર્વેક્ષણોમાં પીએમ મોદી ટોચના સ્થાન છે, જ્યારે વૈશ્વિક નેતાઓનું અપ્રુવલ રેટિંગ સામાન્ય છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનનું એપ્રુવલ રેટિંગ 39 ટકા છે, જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 29 ટકા, બ્રિટનના પીએમ કીર સ્ટારરનું રેટિંગ 45 ટકા તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોનું રેટિંગ ફક્ત 20 ટકા છે. મોર્નિંગ કન્સલ્ટન્ટની વેબસાઈટ દ્વારા રેટિંગમાં તમામ દેશના નેતાઓની ટકાવારી આ પ્રમાણે છે.
વિશ્વના ટોપ ટેન નેતા અને અપ્રુવલ રેટિંગની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 69 ટકા અપ્રુવલ રેટિંગ 69 ટકા મળ્યું છે, જ્યારે 24 ટકા ડિસઅપ્રુવલ મળ્યું છે. એની સામે સાત ટકા મત અનિર્ણિત રહ્યા હતા. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુલ લોપેજ ઓબ્રેડરને 63 ટકા અપ્રુવલ સામે 33 ટકા ડિસઅપ્રુવલ મળ્યું છે, જ્યારે આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલેએને 60 ટકા સામે 36 ટકા ડિસઅપ્રુવલ મળ્યું છે. દસમા ક્રમે ઈટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને 40 ટકા અપ્રુવલ મળ્યું હતું, જ્યારે 54 ટકા લોકોએ ડિસઅપ્રુવલ તથા છ ટકા લોકોના મત અનિર્ણિત રહ્યા છે.