PM Modi Instagram Superstar: દુનિયામાં 100 મિલિયન ફોલોઅર્સ ધરાવનારા પહેલા નેતા બન્યા
વિશ્વના કયા નેતા મોદીના પાછળ અને મોદીના આગળ કઈ બીજી સેલિબ્રિટીઝ છે?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સની સંખ્યા ધરાવવાની સિદ્ધિ હાંસલ કરી. સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર સૌથી પહેલા રાજનેતા બન્યા છે. આ પ્લેટફોર્મ પર 100 મિલિયન યાને 10 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવનારા દુનિયાના પહેલા ગ્લોબલ લીડર અને રાજકારણી બન્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ છે, જે તેમની લોકપ્રિયતા અને ડિજિટલ કનેક્ટિવિટી ગણાય છે.
પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ 2014માં જોઈન કર્યું હતું. મોદીના ફોલોઅર્સની સંખ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડબલ છે, જ્યારે ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા 43.2 મિલિયન ફોલોઅર્સ છે. દુનિયાના ટોચના પાંચ વૈશ્વિક નેતામાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો 15 મિલિયન, બ્રાઝિલના લુલા 14.4 મિલિયન, તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગન (11.6 મિલિયન) અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવેયિર મિલેઈ 6.4 મિલિયન છે, જ્યારે આ પાંચ લીડરના સરવાળા કરતા પણ મોદીને ફોલો કરનારાની સંખ્યા વધુ છે.
ભારતના નેતાઓની વાત કરીએ તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીના 12.6 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે શશી થરુરના 2 મિલિયન ફોલોઅર્સ છે. ભારતીય જનતા પાર્ટીના લીડરની વાત કરીએ તો મોદીના ફોલોઅર્સ વચ્ચે ઘણું અંતર છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીના 16.1 મિલિયન ફોલોઅર્સ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલના પ્રવાસે છે, ત્યારે મોદીના ફોલોઅર્સની સંખ્યા 100 મિલિયનને પાર કરી હોવાના સમાચાર મળ્યા છે. બુધવારે ઈઝરાયલ પહોંચેલા પીએમ મોદીનું ઈઝરાયલની સંસદ (નેસેટે)એ સ્પીકર ઓફ ધ નેસેટથી સન્માન કર્યું હતું. પીએમ મોદીને ઈઝરાયલના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા ત્યારે ભારત અને ઈઝરાયલના સંબંધો વધુ ગાઢ બને એવી અપેક્ષા રાખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદી ઈન્સ્ટાગ્રામ પર જ નહીં, પરંતુ એક્સ, યુ-ટ્યુબ, વોટસએપ ચેનલ પર પણ સ્થાનિક અને વૈશ્વિક ક્ષેત્રની મહત્ત્વની બાબતો પર ફોક્સ પાડે છે, જે તેમની ડિજિટલ ક્ષેત્રે મજબૂત પકડનો નિર્દેશ કરે છે.
. ઐતિહાસિક માઈલસ્ટોન: પીએમ મોદી 10 કરોડ (100 મિલિયન) ફોલોઅર્સ સુધી પહોંચનારા વિશ્વના પ્રથમ ગ્લોબલ લીડર બન્યા છે.
. વૈશ્વિક નેતાઓ સાથે સરખામણી: પીએમ મોદીના ફોલોઅર્સ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (43.2 મિલિયન) કરતા બમણાથી પણ વધુ છે.
. દુનિયામાં નંબર વન સેલિબ્રિટીઝઃ સૌથી વધુ ફોલોઅર્સની યાદીમાં ક્રિસ્ટિનો રોનાલ્ડો, લીયોનલ મેસી, સેલિના ગોમ્સ, વિરાટ કોહલી હજુ મોખરાના સ્થાને છે.
