વક્ફ સંશોધિત બિલને સંસદની મંજૂરીઃ પીએમ મોદીએ ‘ઐતિહાસિક ક્ષણ’ ગણાવી
નવી દિલ્હી-બેંગકોકઃ વક્ફ સંશોધિત બિલને 14 કલાકની ચર્ચા પછી લોકસભામાં પાસ કરવામાં આવ્યા પછી ગુરુવારે રાતના બે વાગ્યે બિલ પાસ કર્યા સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં કલાકો સુધી લાંબી ચર્ચા ચાલ્યા પછી પાસ કરવામાં આવ્યું હતું. સંસદમાં બિલ સફળતાપૂર્વક પાસ કરવામાં આવ્યા પછી બિલ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી.
વક્ફ ખરડાથી મુસ્લિમ મહિલાઓ, અધિકારોનું થશે કલ્યાણ
પીએમ મોદીએ આ બિલને પાસ કરવા અંગે જણાવ્યું હતું કે આ પગલું સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શકતા અને સમાવેશી વિકાસના સામૂહિક પ્રયાસની દિશામાં એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ બિલ પાસ કરવાથી એવા લોકો ખાસ કરીને જેમને હાંસિયામાં ધકેલવામાં આવ્યા અને વંચિત રાખવામાં આવ્યા હતા તેમને મદદ કરવાની તક મળશે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર લખ્યું હતું કે દાયકાઓથી વક્ફ પ્રણાલીમાં પારદર્શકતા અને જવાબદારીનો અભાવ જોવા મળતો તો, જેનાથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસલમાનોના હિતોને નુકસાન પહોંચ્યું હતું.

કાયદો બન્યા પછી લોકોના અધિકારોનું થશે રક્ષણ
વડા પ્રધાન મોદીએ કહ્યુ હતું કે વક્ફ સંશોધિત બિલ અને મુસલમાન વક્ફ (રદ્દ) બિલ બંને ગૃહમાં પસાર થવાની બાબત સામાજિક, આર્થિક ન્યાય, પારદર્શકત અને સમાવેશી વિકાસ માટે ઐતિહાસિક ક્ષણ છે. તેમણે કહ્યું હતું કે સંસદમાંથી પસાર કરવામાં આવેલ ખરડો કાયદો બન્યા પછી પારદર્શકતા વધશે અને લોકોના અધિકારોનું રક્ષણ કરશે.
રાજ્યસભામાં રાતના બે વાગ્યા સુધી ચાલી ચર્ચા
લોકસભામાં રાતના સાડાબાર વાગ્યા સુધી ચર્ચા ચાલ્યા પછી વોટિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે રાજ્યસભામાં રાતના બે વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. રાજ્યસભામાં બે વાગ્યા સુધીની ચર્ચા પચી વક્ફ સંશોધિત બિલને 95 સામે 128 મતથી મંજૂરી મળી હતી. આ બિલ અંગે સરકારે દાવો કર્યો હતો કે દેશના ગરીબ મુસ્લિમ અને સમુદાયની મહિલાઓની સ્થિતિ સુધારવા માટે વધુ મદદ મળશે.
દેશમાં 8.72 લાખ વક્ફ સંપત્તિઃ કિરણ રિજ્જુ
સંસદે વક્ફ (સંશોધન) બિલ, 2025 અને મુસલમાન વક્ફ (રદ્દ) બિલ 2024ને પણ મંજૂરી આપી હતી. લોકસભામાં બે વાગ્યે બિલ પસાર કરવામાં આવ્યા હતું. 13 કલાકથી વધુ સમય ચર્ચા ચાલ્યા પછી વિપક્ષના તમામ આરોપોને સરકારે ફગાવ્યા હતા. લઘુમતી બાબત મંત્રાલયના મંત્રી કિરન રિજ્જુએ કહ્યું હતું કે 2006માં 4.9 લાખ વક્ફ સંપત્તિ દેશમાં હતી અને કૂલ આવક માત્ર 163 કરોડ હતી, જ્યારે 2013માં ફેરફાર કર્યા પછી દેશમાં આજે કૂલ 8.72 લાખ સંપત્તિ છે.
આ પણ વાંચો
Waqf Bill: વિપક્ષના વિરોધ વચ્ચે સરકારે અડધી રાતે લોકસભામાં પસાર કર્યું બિલ
