પીએમ મોદી 3.0: આવું હશે PM Narendra મોદીનું મંત્રી મંડળ, જાણો એક ક્લિક પર…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે સતત ત્રીજી વખત વડા પ્રધાનપદના શપથ લીધા હતા. પીએમ મોદી સાથે આ સમયે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા આ શપથવિધિ સમારોહમાં 40 જેટલા પ્રધાનોએ શપથ લીધા હતા. ગઈકાલે યોજાયેલી શનિવારે જ એનડીએની બેઠકમાં સર્વસંમતિ સધાઈ હતી કે કયા ક્યા સાંસદોને પીએમ મોદીની કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે.
લોકસભા ચૂંટણી 2024ના જાહેર થયેલા પરિણામમાં ભાજપને 240 બેઠકો અને NDAએ 293 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ 16 બેઠક અને જનતા દળ યુનાઈટેડ (JDU)એ 12 બેઠક પર જીત મેળવી છે. સતત ત્રીજી વખત વડા પ્રધાન બનીને નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નેહરુની સતત ત્રણ વખત (1952, 1957 અને 1962)ના વિક્રમની બરોબરી કરી લીધી છે.
આવો જોઈએ કયા કયા પ્રધાનોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે-
રાજનાથ સિંહ- કેબિનેટ મિનિસ્ટર
અમિત શાહ- કેબિનેટ મિનિસ્ટર
નીતિન ગડકરી- કેબિનેટ મિનિસ્ટર
જેપી નડ્ડા- કેબિનેટ મિનિસ્ટર
શિવરાજ સિંહ ચૌહાણ- કેબિનેટ મિનિસ્ટર
નિર્મલા સીતારમણ- કેબિનેટ મિનિસ્ટર
સુબ્રમણ્યમ જયશંકર- કેબિનેટ મિનિસ્ટર
મનોહર લાલ- કેબિનેટ મિનિસ્ટર
હરદનહલ્લી દેવેગૌડા કુમારસ્વામી (એચડી કુમારસ્વામી)- કેબિનેટ મિનિસ્ટરટ
પિયુષ ગોયલ- કેબિનેટ મિનિસ્ટર
ધર્મેન્દ્ર પ્રધાન- કેબિનેટ મિનિસ્ટર
જીતનરામ માંઝી- કેબિનેટ મિનિસ્ટર
રાજીવ રંજન સિંહ (લાલન સિંહ)- કેબિનેટ મિનિસ્ટર
સર્બાનંદ સોનોવાલ- કેબિનેટ મિનિસ્ટર
ડો.વીરેન્દ્ર કુમાર- કેબિનેટ મિનિસ્ટર
રામ મોહન નાયડુ- કેબિનેટ મિનિસ્ટર
પ્રહલાદ જોષી- કેબિનેટ મિનિસ્ટર
જુઅલ ઓરમ- કેબિનેટ મિનિસ્ટર
ગિરિરાજ સિંહ કેબિનેટ મિનિસ્ટર
અશ્વિની વૈષ્ણવ- કેબિનેટ મિનિસ્ટર
જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા- કેબિનેટ મિનિસ્ટર
ભૂપેન્દ્ર યાદવ- કેબિનેટ મિનિસ્ટર
ગજેન્દ્ર સિંહ શેખાવત- કેબિનેટ મિનિસ્ટર
અન્નપૂર્ણા દેવી- કેબિનેટ મિનિસ્ટર
કિરણ રિજિજુ- કેબિનેટ મિનિસ્ટર
હરદીપ સિંહ પુરી- કેબિનેટ મિનિસ્ટર
ડૉ.મનસુખ માંડવિયા- કેબિનેટ મિનિસ્ટર
જી કિશન રેડ્ડી- કેબિનેટ મિનિસ્ટર
ચિરાગ પાસવાન- કેબિનેટ મિનિસ્ટર
સી.આર.પાટીલ- કેબિનેટ મિનિસ્ટર