રિસેપ્શનિસ્ટથી લઈ અબજોનું સામ્રાજ્ય: લેન્સકાર્ટના સંસ્થાપકની સફળ ગાથા
એક નાના રૂમમાંથી લેન્સકાર્ટની શરૂઆત કરી અને આજે કંપનીની માર્કેટ વેલ્યુ કરોડોમાં છે
બિઝનેસ કરવાની ઈચ્છા તો લાખો લોકો રાખતા હોય છે, પરંતુ તેમાંથી માંડ હજારેક લોકો બિઝનેસ કરે છે. મોટા ભાગના લોકોને નિષ્ફળતા પણ મળે છે, જ્યારે અમુક લોકોની સફળતા પણ મળે છે. જોકે, જ્યારે સફળતા મળે ત્યારે દુનિયાભરમાં દામ સાથે નામ કમાતા હોય છે. આ વખતે વાત કરીએ એવા શખસની જે એક જમાનામાં રિસેપ્શન તરીકે કામ કર્યા પછી એક સફળ ઉદ્યોગપતિ તરીકે નામ કમાવ્યું. જી હા વાત કરીએ પીયૂષ બંસલની. જેઓએ એક જમાનામાં રિસેપ્શન તરીકે કામ કર્યું, પરંતુ આજે અબજોનું ધરાવે છે સામ્રાજ્ય. વ્યક્તિગત જીવનની વાત કરીએ.
દિલ્હીમાં ઉછરેલા પીયૂષ બંસલે બારમા પછી આઈઆઈટીની તૈયારી કરી પણ નિષ્ફળ રહ્યા એના પછી વિચાર્યું કે વિદેશમાં અભ્યાસ કરશે. બહુ મહેનત કર્યા પછી 2002માં કેનેડામાં અભ્યાસ કર્યો. 2006માં ઈલેક્ટ્રિકલ આઈટી, કંટ્રોલ એન્ડ ઓટોમેશનમાં ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશન પછી દિલ્હી નજીકના ફરિદાબાદના એક નાના રુમમાં ત્રણ મિત્રોની મદદથી લેન્સકાર્ટની શરુઆત કરી હતી અને એના પછી પાછળ વળીને જોયું નહીં.
લગભગ પંદર વર્ષે પહેલા પીયૂષ બંસલે પોતાના મિત્રો સાથે મળીને લિંક્ડઈન પર પોતાના સંબંધો બનાવ્યા અને ત્યાંથી લેન્સકાર્ટના મંડાણ થયા, ત્યાર પછી ધીમે ધીમે વિસ્તાર કર્યો. આ ઉદ્યોગપતિ આગામી મહિને શેરમાર્કેટમાં આઈપીઓ લાવવાની તૈયારીમાં છે, જેની સંભવિત વેલ્યુ નવ અબજ ડોલરની છે, જે હિબાસે બંસલની ભાગીદારી લગભગ 800 મિલિયન ડોલર સુધી પહોંચી શકે છે અને જો કંપનીના શેરનું લિસ્ટિંગ થાય તો 25 ટકા સુધી વધી શકે છે, જેનું મૂલ્ય એક અબજ ડોલરથી વધુ થઈ શકે છે.
પીયૂષ બંસલની આ યાત્રા એક સફળતાની નિશાની છે, જે ભારતીય સ્ટાર્ટઅપના રોકાણકારોનો વિશ્વાસ ફરી પાછો ફર્યો છે. લેન્સકાર્ટે ભારતમાં રોબોટિક ઉત્પાદન ટેક્નિકથી ચશ્મા તૈયાર કરવાની પ્રક્રિયાને સરળ અને સટીક બનાવી છે. કંપનીએ જર્મનીથી આયાત કરેલા મશીનની મદદથી ભારતમાં નવી સિસ્ટમ વિકસાવી છે, જેનાથી ઓનલાઈન વેબસાઈટથી ગ્રાહકો સરળતાથી ઘરેબેઠા પરીક્ષણ અને ઓર્ડર આપી શકે છે.
ભારતના વિશાળ ડોમેસ્ટિક માર્કેટમાં સફળતા પછી બંસલ હવે દક્ષિણ પૂર્વ એશિયાના દેશ ઈન્ડોનેશિયા અને વિયેતનામમાં વિસ્તાર કરે છે, જ્યાં ચશ્માની માગ ભારતમાં ઝડપથી વધી રહી છે. બંસલનું કહેવું છે કે શરુઆતમાં અમુક ટેક કંપનીઓને નુકસાન થયું રહ્યું હતું. જોકે, લેન્સકાર્ટે માર્ચ, 2025માં પૂરા થનારા નાણાકીય વર્ષના પહેલા વર્ષે નફો કર્યો છે. કંપનીનો કારોબાર ગુરુગ્રામથી સંચાલિત થાય છે અને ઓનલાઈન અને રિટેલ સ્ટોર્સ બંને માધ્યમથી હવે ચશ્મા વેચે છે.
ટીવી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ તરીકે બંસલ દેશભરમાં લોકપ્રિયતા મેળવી છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના નવ લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમનું માનવું છે કે તેમની સૌથી મોટી તાકાત સમયની સમજ અને દૃઢતા છે. નિષ્ણાતો પણ લેન્સકાર્ટની માર્કેટ વેલ્યુ 6.1 અબજ ડોલરની આસપાસ છે. ખેર, ભૂતકાળમાં તો એક રિસેપ્શન કામ કરીને પોતાનું ગુજરાન ચલાવનારા પીષૂય બંસલ પર સફળ ઉદ્યોગપતિની મહોર મારી છે, જે હજારો કરોડની કંપનીના માલિક છે, જ્યારે નેટવર્થ પણ સેંકડો કરોડ રુપિયાએ પહોંચી છે.
