June 30, 2025
બિઝનેસમની મેનેજમેન્ટહોમ

શેર યા સવાશેરઃ 5 વર્ષમાં પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટના શેરમાં 17,000 ટકાનો ઉછાળો

Spread the love

મુંબઈઃ સ્ટોક માર્કેટમાં અત્યારે બેવડી હિલચાલ જોવા મળી રહી છે, જેમાં ગયા અઠવાડિયા દરમિયાન માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આ અઠવાડિયા વાત કરીએ સ્મોલ કેપ પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટની. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ (PG Electroplast)ના શેરમાં પાંચ ટકાની તેજી સાથે 1,002 રુપિયાએ પહોંચ્યો છે. કંપનીના શેરમાં તેજી માટે વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા લિમિટેડ સાથે કરેલી ડીલ માટે જવાબદાર છે. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટના શેરમાં એક વર્ષમાં 300 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટના શેરમાં 1,700 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 315 ટકાની તેજી
પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ (PG Electroplast)ના શેરના ભાવમાં પાંચ વર્ષમાં 17170 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. સ્મોલકેપના શેરનો ભાવ 27 ડિસેમ્બર 2019ના 5.66 રુપિયાનો ભાવ હતો, જ્યારે 24 ડિસેમ્બરના શેરનો ભાવ વધીને હજાર રુપિયા પાર કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં કંપનના શેરના ભાવમાં 6475 ટકાની તેજી જોવા મળી છે. અગાઉની વાત કરીએ તો 24 ડિસેમ્બર 2020ના રોજ શેરનો ભાવ 14.87 રુપિયાના મથાળે હતો, જે આજની તારીખના શેરનો ભાવ વધીને 1,002 રુપિયા રહ્યો છે. આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં શેરના ભાવમાં 315 ટકાની તેજી જોવા મળી છે. આ વર્ષની શરુઆતમાં પહેલી જાન્યુઆરીના કંપનીનો શેર 238 રુપિયાએ હતો, પરંતુ આજે ભાવમાં એક તરફી તેજીને કારણે હજાર રુપિયાની સપાટી પાર કરી છે.
છ મહિનામાં કંપનીનો શેર 200 ટકા વધ્યો
પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટનો શેર છ મહિનામાં 200 ટકાથી વધુનો ઉછાળો રહ્યો છે. સ્મોલ કેપ કંપનીના શેર 24 જૂનના 328 રુપિયાએ હતો, જે 24 ડિસેમ્બરના 1,002 રુપિયાએ હતો. બાવન અઠવાડિયાના હાઈ લેવલ 1,019 રુપિયાએ હતો, જે એક વર્ષના તળિયાની વાત કરીએ તો 146 રુપિયાએ હતો.
વ્હર્લપુલ સાથેના કોન્ટ્રાક્ટને કારણે તેજી
કંપનીની નવી ડીલ અંગે માર્કેટને જણાવ્યું છે કે વ્હર્લપુલની બ્રાન્ડેડ સેમી ઓટોમેટિક વોશિંગ મશીન્સના સિલેક્ટેડ મોડલ્સના કોન્ટ્રાક્ટ મેન્યુફેકચરિંગ માટે કરારમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કરાર મજુબ પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટે પોતાના રુરકી આઉટલેટમાં વ્હર્લપુલ માટે એસકેયુ મેન્યુફેકચર કરશે. વ્હર્લપુલના બ્રાન્ડેડ એર કન્ડિશનર માટે પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ પહેલાથી સપ્લાયર છે. કંપનીએ ગયા મહિના દરમિયાન આફ્રિકાની સ્પિરો મોબિલિટી સાથે પાર્ટનરશિપમાં ઈવી મેન્યુફેકચરિંગ કરવાની જાહેરાત કરી હતી.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!