Sher ya Savasher-Penny Stock: શેરબજારમાં ઘટાડા વચ્ચે અનવૃદ્ધિ વેન્ચરમાં જોરદાર તેજી, કારણ શું?
મુંબઈઃ મહાકુંભની શરુઆત સાથે સોમવારે સ્ટોકમાર્કેટમાં જોરદાર ધોવાણ થયું હતું. માર્કેટમાં કડાકા સાથે રોકાણકારોને કરોડો રુપિયાનું નુકસાન થયું હતું, પરંતુ મંદીમાં પણ એક પેન્ની સ્ટોકની બોલબાલા રહી હતી. પેન્ની સ્ટોક પૈકી અનવૃદ્ધિ વેન્ચરના સ્ટોકમાં એકતરફી લેવાલી રહેવાની કારણે આ વર્ષે ફરી ઐતિહાસિક સપાટી પાર કરી છે. ગઈકાલે મુંબઈ શેરબજારના મહત્ત્વના બેન્ચમાર્કે સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો કડાકો બોલાયો હોવા છતાં અનવૃદ્ધિ વેન્ચરના શેરમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી.
આવકમાં વધારાને કારણે કંપનીના શેરમાં તેજી
અનવૃદ્ધિ વેન્ચર લિમિટેડની રેવન્યૂ 12933 ટકાના દરે વર્ષે વૃદ્ધિ કરી હોવાના અહેવાલ વચ્ચે સ્ટોકમાં ઉછાળો જોવા મળ્યો હતો. નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની 0.15 કરોડમાંથી આવક વધીને 19.55 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષની તુલનામાં 16.93 ટકાનો વધારો થયો છે, જ્યારે બીજા ત્રિમાસિકગાળામાં કંપનીની રેવન્યુ 16.72 કરોડ હતો.
માર્કેટમાં ઘટાડા વચ્ચે પણ શેરનો ભાવ 20 ટકા વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ડેક્સમાં 345 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ અનવૃદ્ધિ વેન્ચરના શેરમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં 20 ટકાની વૃદ્ધિ સાથે શેરનો ભાવ વધીને 25 રુપિયાની સપાટી પાર કરી હતી, જ્યારે અગાઉ 21.39 રુપિયાનો ભાવ હતો. કંપનીનો શેરનો ભાવ બાવન અઠવાડિયાના નીચેનો ભાવ 21 રુપિયાની આસપાસ હતો, જે વધીને બાવન અઠવાડિયાની ઊંચી સપાટી 39 રુપિયા હતો.
એગ્રો કોમોડિટી માર્કેટમાં કંપની એક્ટિવ
સોમવારે ઈન્ટ્રા ડેમાં અનવૃદ્ધિ વેન્ચર લિમિટેડનો ભાવ 25.61 રુપિયા બોલાયો હતો, જેમાં કૂલ 19.73 ટકાનો ઉછાળો રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 38 કરોડ રુપિયા છે. એગ્રો કોમોડિટી માર્કેટમાં એક્ટિવ કંપનીનું પ્રોડક્શન દાળ, મસાલા અને કન્ઝ્યુમર પ્રોડક્ટસમાં ફોકસ કરે છે.