Success Story: 75 વખત રિજેક્શન પછી એક ‘હા’એ જિંદગીની બાજી પલટી…
કોણ છે એ ઉદ્યોગપતિ, જે આજે 9,600 કરોડની કંપનીનું સામ્રાજ્ય ચલાવે છે?
હાર જિંદગીનો એવો ભાગ છે, જે દરેકના જીવનમાં આવે છે. આ હારમાં વ્યક્તિને પોતાના અને પારકાનો ખ્યાલ આવે છે. પણ આ હારને પચાવવી અઘરી છે. એ કપરા કાળમાં વ્યક્તિને ઘણું શિખવા મળે છે ચાહે એ જો શીખી શકે. એવા એક ઉદ્યોગપતિની વાત કરીએ જેને જિંદગીમાં હારને જીતમાં પલટી હતી. માન્યામાં આવે એવી વાત નથી, પણ હકીકત છે કે 75 વખત ‘નો’ સાંભળ્યા પછી પણ હાર માની નહોતી અને પછી એક ‘હા’માં આખી જિંદગીની બાજી પલટી નાખી અને આજે છે કરોડોનો આસામી. કોણ છે સફળ ઉદ્યોગપતિ તો વિગતે વાત કરીએ.
અને સક્સેસ સ્ટોરી છે રેપિડો કંપનીની
તેલંગણાના પવન ગુટુપલ્લીની વાત કરીએ. એક વાર નહીં, પણ સાત-સાત વખત ફેઈલ થયો હતો. એટલે 75 વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હાર માની નહોતી. સફળતા માટે કહેવાય છે ક્યારેય સફળતા એમ અસ્મતા મળતી નથી, ક્યારેક તો વર્ષો લાગી જાય છે. પવન ગુટુપલ્લી સાથે એવું જ થયું હતું. પણ એક આઈડિયા હીટ થઈ ગયો અને સફળતા જખ મારીને મળી. આજે પણ દેશના અનેક શહેરમાં લોકો તેને ઓળખે છે. ટ્રાફિક જામની પરેશાની માટે બિઝનેસ શરુ કર્યો હતો અને આજની તારીખે 9,600 કરોડની કંપની બની ગઈ છે અને સક્સેસ સ્ટોરી છે રેપિડો કંપનીની.
ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલે રેપિડોનો આઈડિયા મળ્યો
તેલંગણામાં ઉછરેલા પવન ગુંટુપલ્લી અભ્યાસમાં પહેલા હોશિયાર હતો. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યો હતો, ત્યારબાદ અભ્યાસ પછી સેમસંગ કંપનીમાં સોફ્ટવેર ડેવલપરની નોકરી કરી હતી, પરંતુ મન માન્યું નહીં, નોકરી છોડી દીધી હતી અને પોતાના દોસ્ત અરવિંદ સંકા સાથે TheKarrier નામનું એક સ્ટાર્ટઅપ શરુ કર્યું. જોકે પહેલું સ્ટાર્ટઅપ નિષ્ફળ ગયું, પણ એના પછી કોશિશ જારી રાખી પણ સફળતા મળી નહોતી. 2015 સુધી દેશમાં કેબ સર્વિસીસ શરુઆત કરી હતી. ઓલા અને ઉબર માર્કેટમાં એન્ટ્રી કરી હતી, પરંતુ મોંઘા ભાડાને કારણે લોકોને મુશ્કેલી પડતી, પરંતુ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હતી. બસ, આ સમસ્યાના ઉકેલ માટે રેપિડોનો આઈડિયા મળ્યો. કેબના બદલે બાઈક સાથે શરુઆત કરી. દેશના મહાનગરોમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ અને સસ્તા ભાડા માટે રેપિડોની શરુઆત કરી. 2015માં દેશમાં પહેલી બાઈક ટેક્સી રેપિડોની શરુઆત કરી હતી.
કંપનીને ફંડની ખાસ જરુરિયાત હતી
દિલ્હી, મુંબઈ વગેરે શહેરમાં ઓબા અને ઉબરનો કબજો હતો, ત્યારે રેપિડોએ દેશમાં ટિયર-વન અને ટિયર-2 શહેરને ટાર્ગેટ કર્યા હતા. ઓછા ભાડામાં બાઈકમાં સફર કરવા અને ઓફિસથી માર્કેટ સુધી પહોંચવાનું સરળ બનાવ્યું હતું, પરંતુ કંપનીને ફંડની જરુરિયાત હતી. રોકાણ માટે મોટા ઈન્વેસ્ટર્સના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ કોઈ રસ દાખવતું નહોતું.
2016માં પહેલી વાર એવી વ્યક્તિએ વિશ્વાસ કર્યો હતો
આખરે પવન ગુંટુપલ્લીએ પોતાના દોસ્તોની સાથે રેપિડોની સરુઆત કરી હતી, પરંતુ ફંડનો મોટો પડકાર હતો. રેપિડોના પહેલા માર્કેટમાં ઓલા-ઉબરનો કબજો હતો. લોકો તેનો અર્થ કાર સમજતા હતા, બીજી બાજુ બાઈક ટેક્સી અંગે જાણકારી નહોતી અને નિયમો પણ જાણતા નહોતા. રેપિડોની બાઈક સર્વિસ પછી ઓલા અને ઉબરે પણ માર્કેટમાં શરુઆત કરી હતી. એના પછી રેપિડોને રોકાણ મળવાનું મુશ્કેલ થયું. કારણ કે લોકો એ વાત માનવા પણ તૈયાર નહોતા કે ફર્સ્ટ મૂવરને ફાયદો થશે. 75 રોકાણકારોએ રિજેક્શન કર્યા પછી 2016માં રેપિડોને પહેલી વાર એવી વ્યક્તિ મળી, જેને વિશ્વાસ કર્યો.
આજે 100 શહેરમાં પાંચ કરોડ યૂઝર્સ છે
એ તબક્કો હતો હીરો મોટરકોર્પનો. હીરો મોટરકોર્પના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પવન મુંજાલે રેપિડોમાં રોકાણ કર્યું અને એના પછી નીકલ પડી. રોકાણકારોનું પીઠબળ મળ્યા પછી દિલ્હી અને ગુડગાંવમાં 400 બાઈક્સ ઉતારી. જાન્યુઆરી 2016 સુધી કંપની પાસે 500 યૂઝર હતા, જે 2016 સુધીમાં 1.50 લાખ થયા હતા. શરુઆતમાં 15 રુપિયાના બેસનું ભાડું હતું. રાઈડરને કમિશન ફ્રી રાખીને ગ્રાહકોને ફ્રી રાઈડ આપતા લોકપ્રિયતા વધી હતી. ડ્રાઈવરેને કેપ્ટનનું નામ આપ્યું હતું. કમિશન ફ્રીને કારણે કંપની પાસે 50,000 કેપ્ટન અને સાત લાખ યૂઝર થયા હતા. 2019 સુધી રેપિડો રોજ 70,000 ટ્રિપ કરનારી કંપની બની ગઈ. રેપિડો 100થી વધુ શહેરમાં ઉપલબ્ધ છે. કંપનીની એપ્લિકેશનના પાંચ કરોડ વપરાશકર્તા છે. રેપિડો જેને ક્યારેક 75 રોકાણકારોએ રિજેક્શન આપ્યું હતું, જે આજે 9,600 કરોડની કંપની બની ગઈ છે.