February 26, 2026
મુંબઈ

ઘાટકોપરમાં શિવ આરોગ્ય સેનાના પ્રયાસોથી દર્દીના પરિવારજનોને મળી મોટી ‘રાહત’

Spread the love

મુંબઈ: વધતી જતી મોંઘવારીની વચ્ચે મેડિકલ ઈમરજન્સી અને હોસ્પિટલના ખર્ચની કલ્પના તો મધ્યમવર્ગના લોકો માટે એક દુઃસ્વપ્ન સમાન છે. પરંતુ આ બધા વચ્ચે શિવ આરોગ્ય સેના મુંબઈના સમનવ્યક પ્રકાશ વાની અને તેમના સહયોગી સચિન ભાગેના પ્રયાસોથી ચેમ્બુરમાં રહેતા એક પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ ચેમ્બુરના રમેશ વાસુ બોવને હાર્ટ સર્જરી માટે ઘાટકોપર પશ્ચિમ માણીકલાલ ખાતે આવેલી હાર્ટ એન્ડ વેસ્ક્યુલાર હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા. ડો. મેઘવ મનોજ શાહની દેખરેખ હેઠળ સર્જરી સફળ રીતે પર પડી પણ ત્યાર બાદ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલું 3 લાખ રૂપિયાનું બિલ જોઈને પરિવારને જોરદાર આંચકો લાગ્યો હતો. રમેશના ભાઈ નિર્મલ બોવનેએ આ પ્રકરણે શિવસેના ભવન ખાતે ઉપનેતા નીતિન નાંદગાંવકર પાસે મદદ માંગી હતી. નાંદગાંવકરે આ વાતની જાણ શિવ આરોગ્ય સેના મુંબઈના સમનવ્યક પ્રકાશ વાની અને તેમના સહયોગી સચિન ભાગેને કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પ્રકાશ વાની, સચિન ભાંગે, ચંદ્રકાંત હળદણકરે શિવ આરોગ્ય સેનાનાં અધ્યક્ષ ડો. શુભા રાઉલ, કાર્યાધ્યક્ષ ડો. કિશોર થાણેકર, સમન્વયક જીતેન્દ્ર સકપાલ, ઉપાધ્યક્ષ ડો. જયવંત ગાડેના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સંબંધિત ડો. મેઘવ શાહ અને સંબંધિત કર્મચારી શ્રદ્ધા રૂકેની મુલાકાત લઈને મધ્યસ્થી કરીને દર્દીના પરિવારજનોએ બિલમાં મોટી રાહત કરાવી આપી હતી. ડિસ્ચાર્જ સમયે પરિવારના સભ્યોએ આ મદદ માટે શિવ આરોગ્ય સેનાનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!