June 30, 2025
નેશનલ

એ દિવસો દૂર નહીં હોય, જ્યાં કન્ફર્મ ટિકિટવાળા લોકોને સ્ટેશનમાં મળશે પ્રવેશ

Spread the love

ભારતીય રેલવેનું નેટવર્ક દેશના દૂર અંતરિયાળ વિસ્તારોમાં છે, જ્યારે સસ્તા અને ઝડપી પરિવહન માટે દેશમાં ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું ચલણ પણ વધારે છે, તેથી જ દેશના પરિવહન માટે ટ્રેનોને લાઈફલાઈન કહેવાય છે. જોકે, રેલવે વાર-તહેવારે વિશેષ ટ્રેનો દોડાવે છે, પરંતુ હવે વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓને ટ્રેનમાં જ નહીં, પણ સ્ટેશનના પરિસરમાં પણ એન્ટ્રી નહીં.

તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું કે રેલવે સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનને સુધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રેલવે હવે પહોળા ફૂટ-ઓવર-બ્રિજ, સીસીટીવી સર્વેલન્સ અને વોર રૂમની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તહેવારો અને મેળાઓ દરમિયાન ભારે ભીડને નિયંત્રિત કરવા માટે, રેલવેએ મર્યાદિત પ્રવેશ નિયંત્રણ પ્રણાલી લાગુ કરી છે.

રેલવેની નવી વ્યવસ્થા હેઠળ, સ્ટેશનોની બહાર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં ટ્રેન પ્લેટફોર્મ પર ન આવે ત્યાં સુધી મુસાફરોને પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલું જ નહીં, વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓને સ્ટેશનના પરિસરમાં પ્રવેશ નહીં આપવામાં જેથી રિઝર્વેશન ટિકિટવાળા પ્રવાસીઓને મુશ્કેલી પડે નહીં. સ્ટેશનના બહાર વેઈટિંગ એરિયા બનાવવામાં આવશે, જે શરુઆતના તબક્કે 60 સ્ટેશન પર કાયમી ધોરણે ઉપયોગ કરવામાં આવશે.

હવે 60 સ્ટેશન પર સંપૂર્ણ પ્રવેશ નિયંત્રણ લાગુ કરવામાં આવશે. ફક્ત કન્ફર્મ રિઝર્વ્ડ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને જ પ્લેટફોર્મ પર પ્રવેશ આપવામાં આવશે, જ્યારે વેઇટિંગ લિસ્ટ અને ટિકિટ વગરના મુસાફરોએ બહારના વેઇટિંગ એરિયામાં રહેવું પડશે. એટલું જ નહીં, રેલવે સ્ટેશનની આસપાસના અનધિકૃત પ્રવેશદ્વારો પણ સીલ કરવામાં આવશે.

અહીં એ જણાવવાનું કે કુંભ મેળા વખતે ભારતીય રેલવેએ વિશેષ ટ્રેનો દોડાવવાની સાથે વિશેષ આયોજન પણ કર્યું હતું. પણ રેલવે સ્ટેશનના પર પરિસરમાં પ્રવાસીઓની ભીડ પછી નાસભાગની સ્થિતિ ઊભી થતી હોય છે, તેથી આ પ્રકારની હોનારતના નિવારણ માટે રેલવે હવે આગામી વર્ષોમાં વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓને ટ્રેન જ નહીં સ્ટેશનના પરિસરથી રોકવાથી કોઈ પણ પ્રકારના જોખમોને ટાળી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!