July 1, 2025
ટ્રાવેલનેશનલ

Viral Video: શાકાહારી પ્રવાસીને Vande Bharat Trainમાં પીરસવામાં આવ્યું માંસાહારી ભોજન અને…

Spread the love

નવી દિલ્હીઃ હાવડાથી રાંચી જઈ રહેલી ભારતીય રેલવેની સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત હાલમાં તેમાં બનેલી એક ઘટનાને કારણે સમાચારોમાં ચમકી ગઈ છે. આ ટ્રેનમાં એક વૃદ્ધે ટ્રેનમાં ફૂડ સર્વ કરી રહેલા કર્મચારીને લાફો મારી દીધો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. કુણાલ વર્મા નામના યુઝરે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વૃદ્ધ પ્રવાસીએ ફૂડ સર્વ કરી રહેલા રેલવે કર્મચારીને શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન પીરસવાને કારણે લાફો મારી દીધો હતો.
વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોમાં આવી બેદરકારીના કિસ્સાઓ સામે આવતા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આ ઘટનાની જોરશોરથી ચર્ચા કરાઈ રહી છે. ટ્રેનમાં જ પ્રવાસ કરી રહેલા કોઈ પ્રવાસીએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને એમાં એક વૃદ્ધ પ્રવાસીએ કેટરિંગ સ્ટાફને લાફો મારી દીધો હતો અને કેટરિંગ સ્ટાફને માફી માંગવા દબાણ કરી રહ્યા છે.


મળી રહેલી માહિતી પ્રમાણે 26મી જુલાઈના હાવડાથી રાંચી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં આ ઘટના બની હતી. પ્રવાસીએ પણ ફૂડ પેકેટ પરની માહિતી વાંચ્યા વિના જ ભોજન ખાઈ લીધું હતું. બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમને વેજને બદલે નોનવેજ ફૂડ સર્વ કરવામાં આવ્યું હતું. આ માહિતી મળતા જ તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેમણે ધમાલ કરી હતી.
જોકે, આ બાબતે રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રવાસીએ એ ભોજન ખાધું નહોતું. પ્રવાસીએ કેટરિંગ સ્ટાફને લાફો મારતા અન્ય પ્રવાસીઓ નારાજ થઈ ગયા હતા. જોકે બાદમાં અન્ય પ્રવાસીઓને દરમિયાનગીરી કરતાં આખો મામલો થાળે પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!