July 1, 2025
રમત ગમત

Golden Chance: ઓલિમ્પિકની ફાઈનલમાં પહોંચ્યા પછી વિનેશ ફોગાટે કહ્યું, ગોલ્ડ લાના હૈ!

Spread the love


ધાકડ ગર્લ્સ ગીતા, બબીતા અને હવે વિનેશ, દરેક બહેને ભારતનું નામ રોશન કર્યું

Phogat Sitsters
પેરિસઃ વિનેશ ફોગાટે ભારતીય મહિલા કુસ્તીના ઈતિહાસમાં પહેલી ખેલાડી બની છે, જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે રમશે. વિનેશે ગઈકાલે 50 કિલોગ્રામની સેમી ફાઈનલમાં ક્યુબાની રેસલરને હરાવી હતી. વિનેશ ફોગાટ જ નહીં, પરિવારમાં ગીતા, બબીતા પણ રેસલિંગ માટે જાણીતી છે, જે લોકોએ રેસલિંગમાં ભારતનું નામ રોશન કર્યું છે.
ફાઈનલમાં વિનેશ ફોગાટ અમેરિકાની સારા એન હિલ્ડબ્રાન્ડ સામે ટકરાશે. અમેરિકાની આ પહેલવાન ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતી છે.
ક્યુબાની ખેલાડીને સેમી ફાઈનલમાં હરાવ્યા પછી ઘરે મા સાથે વાત કરી હતી અને ખાસ વચન પણ આપ્યું હતું. માને કરેલા કોલ અંગેનો વીડિયો કુસ્તી મહાસંગ (યુનાઈટે વર્લ્ડ રેસલિંગ)ના એક્સ હેન્ડલ પર પણ વિનેશે શેર કર્યો હતો અને વીડિયોમાં જોવા મળ્યું હતું કે વિનેશ પરિવારને કહે છે ગોલ્ડ લાના હૈ…ગોલ્ડ.


વિનેશ ફોગોટે મંગળવારે સેમી ફાઈનલમાં ક્યુબાની રેસલર યુસનેઈલિસ ગુઝમૈનને 5-0થી હરાવી હતી. હવે ગોલ્ડ મેડલ જીતવાની સોનરી તક છે. હવે વિનેશ ભારત માટે એક મેડલ તો નક્કી કરી લીધો છે. વિનેશ ફોગાટ પરિવારમાંથી આવે છે, જેમાં છ દીકરી છે. દરેક દીકરીએ પરિવારનું જ નહીં, ભારતનું નામ રોશન કર્યું છે.
વિનેશ ફોગાટના ગુરુ મહાવીર ફોગાટે આ જીત પછી કહ્યું હતું કે વિનેશની આ જીત બ્રિજભૂષણ સિંહના મોંઢા પર જોરદાર તમાચો છે. બ્રિજભૂષણ સિંહ પર રેસલર સહિત અન્ય મહિલા ખેલાડીઓએ શારીરિક અત્યાચારના આરોપો મૂક્યા હતા. આ જ પરિવારની સ્ટોરી પરથી દંગલ ફિલ્મ બનાવવામાં આવી હતી. ફોગાટને કોચિંગને કારણે ભારત સરકારે તેમને દ્રોણાચાર્ય સન્માન આપી ચૂક્યા છે.
ફોગાટ રેસલર સિસ્ટર્સની વાત કરીએ તો ગીતા, બબીતા, પ્રિયંકા, રિતુ, વિનેશ અને સંગીતા છે. એમાંથી ગીતા, બબીતા, રિતુ અને સંગીતા પૂર્વ પહેલવાન અને કોચ મહાવીર સિંહ ફોગાટની દીકરી છે, જ્યારે પ્રિયંકા અને વિનેશનો ઉછેર મહાવીરસિંહ ફોગાટે કર્યો છે. વિનેશે પોતાના પિતા રાજપાલને નવ વર્ષની ઉંમરે ગુમાવ્યા હતા. મહાવીર ફોગાટ તેના કાકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!