March 26, 2026
ટ્રાવેલ

પરાશર લેક: હિમાચલનું આ સુંદર સરોવર છે ટ્રેકર્સ માટેનું સ્વર્ગ

Spread the love

ગરમીમાં શાંતિ અને એડવેન્ચર શોધતા પ્રવાસીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન

ગરમીના દિવસોમાં લોકો ઠંડા પ્રદેશમાં વિશેષ ફરવા ઉપડી જતા હોય છે, જ્યાં ઠંડકની સાથે મનને પણ વિશેષ શાંતિ મળે છે. ભીડથી દૂર અને જ્યાં પહાડોમાં શાંતિ સાથે ઠંડી હવાનો પણ અહેસાસ થાય છે. અમુક ટ્રાવેલર તો ભીડવાળી જગ્યાથી દૂર જવાનું વિશેષ પસંદ કરે છે, તેથી ચાલો વાત કરીએ એવી જગ્યાની જે તમારું મન જીતી લેશે. ઉત્તર ભારતમાં કાશ્મીર, ઉત્તરાખંડની સાથે હિમાચલમાં વિશેષ ફરવાનું લોકો પસંદ કરે છે, પરંતુ હિમાચલના એક એવા પર્વતીય વિસ્ાતરની લટાર મારવા જઈએ, જે કુદરતી સંસાધનોથી ભરપુર છે. મંડી જિલ્લાનું પરાશર લેક પર્વતીય વિસ્તારથી ઢંકાયેલું છે, જે ટ્રેકર માટે તો હેવન માનવામાં આવે છે.

પરાશર લેકની આસપાસ ઘાસના મેદાનો અને બરફથી ઢંકાયેલા પહાડો આવેલા છે, જ્યાં પહોંચતા તમને લાગશે જાણે પોસ્ટકાર્ડ જેવી સુંદર દુનિયામાં આવી ગયા છે. લેકની વચ્ચેનો એક નાનો ભાગ તમને ટાપુ જેવો લાગશે, જે ઉપરથી એક અજાયબી જ લાગશે. અચાનક હવામાનમાં પલટો આવે તો સાચવવું પણ ગરમીના દિવસોમાં બેસ્ટ પ્લેસ છે. અહીં ગરમીની સિઝનમાં તો અદભુત રાહત આપશે, જ્યાં કઈ રીતે પહોંચી શકાય એ પણ જાણીએ એ પહેલા એની ખાસિયત.

પરાશર લેકની ખાસિયત ફક્ત તેની સુંદરતા નથી, પરંતુ ત્યાં પહોંચવાની સફર પણ છે. ટ્રેકિંગના શોખીન માટે આ જગ્યા તો જન્નત છે. ગીચ જંગલો અને ઘાસના મેદાનો અને પહાડી રસ્તામાંથી પસાર થવાનું તમને કોઈ ફિલ્મી સીન જેવું જ લાગે. અહીં પહોંચતા કદાચ તમને થાક લાગી શકે છે, પરંતુ ટ્રેકિંગ કરતા હોય તો જરુરી સામાન પણ સાથે રાખવો હિતાવહ રહે છે. એડવેન્ચર અને નેચર લવર્સ માટે આ જગ્યા વિશેષ લોકપ્રિય છે. નવ કિલોમીટરનો ટ્રેક પસાર કરતા લગભગ પાંચથી છ કલાકનો સમય લાગી શકે છે.

સૌથી પહેલા તો પરાશર લેક નામ કઈ રીતે પડ્યું તો પરાશર ઋષિના નામ પરથી પડ્યું છે. દરિયાની સપાટીથી લગભગ 2,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. અહીં ઋષિ પરાશરનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. સરોવરની ચારેબય બાજુ ઊંચા પહાડો આવેલા છે, જે બરફ પડ્યા પછી તો ઠંડીનું વિશેષ સામ્રાજ્ય રહે છે.

ફોટોગ્રાફી માટે આ જગ્યા એકદમ પર્ફેક્ટ છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર હોય કે મોબાઈલ ફોટોગ્રાફર પણ તમારું મન ચોક્કસ જીતી લેશે. પહાડોની વચ્ચે સનસેટ યા સનરાઈઝના સમયે કરેલી ફોટોગ્રાફી તમને મોહિત કરી દેશે. પરાશર લેક પહોંચવા માટે તમે દિલ્હીથી બાઈક યા ટેક્સી મારફત જઈ શકો છો. દિલ્હીથી ચંદીગઢ બિલાસપુર જતા મંડી સુધી પહોંચી શકો છો. 12થી 14 કલાક સુધીમાં પહોંચી શકો છો. મંડી પહોંચ્યા પછી બગ્ગી ગામથી પરાશર લેકની સફર શરુ થાય છે. એના સિવાય દિલ્હીથી કાશ્મીરી ગેટથી વોલ્વો બસ પકડીને ચંદીગઢ અથવા ઉના પહોંચીને આગળ બસ યા ટેક્સી મારફત પહોંચી શકો. ફ્લાઈટથી તમે કુલ્લુ (ભુંતર એરપોર્ટ) પહોંચીને 60 કિલોમીટર દૂર મંડી પહોંચી શકો. બગ્ગી ગામથી પરાશર લેક સુધી સાતથી આઠ કિલોમીટર ટ્રેકિંગ કરવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!