એશિયા કપમાં પાકિસ્તાનની ફજેતી: 70 મિનિટમાં શરણાગતિ, કારણ?
ડ્રામા પછી પાકિસ્તાને UAE સામે મેચ રમવા તૈયાર થયું, પણ હજુ કરશે નૌટંકી?

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયા પછી પહેલી વખત દુબઈમાં બંને ટીમ ક્રિકેટ રમ્યા. ભારતમાં જોરદાર વિરોધ વચ્ચે પણ મેચ રમાઈ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટને જીત્યા પછી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટને પ્રોટોકોલ જાળવ્યો નહીં અને એમાં મેચ રેફરી સાથ આપ્યો એ વાત પકડીને પાકિસ્તાન આડુ ફાટ્યું અને એના પછી નાટક કરવાનું ચાલુ કર્યું હતું. પહેલા મેચ રેફરીને હટાવો, સૂર્યકુમાર યાદવ માફી માગે નહીં તો એશિયા કપમાંથી હટી જવાના ડ્રામા ચાલુ રાખ્યા અને આઈસીસી ટસનું મસ થયું નહીં આખરે મેચ રમવા માટે મોડે મોડે રમવા તૈયાર થયું.
હારેલી બાજી જીતવામાં પાકિસ્તાનને નાકે દમ આવ્યો
યુએઈ સાથે નહીં રમવાનો નિર્ણય જાહેર કર્યો અને પાકિસ્તાન હંગામો કર્યો, જેનાથી એશિયા કપને લઈ અનેક સવાલો કર્યા હતા. અનેક વિવાદો અને ધમકીઓ વચ્ચે પણ પાકિસ્તાનને યુએઈ સામે રમવાની ફરજ પડી હતી. મેચ રેફરી પાયક્રોફટ્ને હટાવવાની માગણી અને ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવાની ધમકી આપ્યા પછી મેચ રમવા માટે મજબૂર બનવું પડ્યું. મેચ મોડી રમ્યા પણ ખેલાડીઓના નબળા પ્રદર્શન વચ્ચે હારવાની નોબત આવી હતી, પરંતુ બોલર ફોર્મમાં આવ્યા પછી યુએઈને 41 રનથી હરાવીને પોતાના નાક કાપતા બચી ગયું. પાકિસ્તાન મેચ જીત્યા પછી હવે ભારતના સાથે સાથે સુપર-4માં પોતાની જગ્યા બનાવી છે.
આખરે મેચ રમવા માટે કેમ તૈયાર હતું એમાંય જૂઠ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને એશિય ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન મોહસીન નકવીએ યુએઈ સામે મેચ રમવા પૂર્વે જે ડ્રામા કર્યો અને આખરે શરણાગતિ સ્વીકારવા માટે તેમના પર માછલા ધોવાયા લાગ્યા તો જુઠ્ઠાણું ફેલાવ્યું કે અમારી શરત મુજબ મેચ રેફરી માફી માગી હતી, પરંતુ આ મુદ્દે પણ આઈસીસીએ ફરી પીસીબીનું નાક કાપ્યું હતું. આઈસીસીએ સ્પષ્ટતા કરી હતી સમગ્ર વિવાદમાં મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે માફી માગી છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં થયેલા મિસ કોમ્યુનિકેશન માટે છે. હેન્ડશેક વિવાદ મુદ્દે મેચ રેફરીએ કોઈ માફી માગી નથી. આ બાબતમાં પીસીબી રીતસર જૂઠ્ઠાણુ ફેલાવી રહ્યું છે. હેન્ડશેક મુદ્દે તો કોઈ પણ પ્રકારની માફી માગી નથી.
બેકફૂટ પર આવવા માટે વાસ્તવિક કારણ આ હતું
પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તો ફજેતી આખરે પોતે કરે છે. પરાણે યા બળજબરી વિના મેચ રમવા માટે તૈયાર થયું એના માટે આર્થિક કારણ જવાબદાર છે. જો પાકિસ્તાન એશિયા કપમાંથી ખસી ગયું હોત તો 16 મિલિયન અમેરિકન ડોલર એટલે 141 કરોડ રુપિયાનો ફટકો પડ્યો હતો. પાકિસ્તાનનું વાર્ષિક બજેટ લગભગ 227 મિલિયન જેટલું છે, જ્યારે જો ખસી ગયું હોત તો મોટો ફટકો પડ્યો હોત એ વાત સ્પષ્ટ છે. ઈજ્જત બચાવવા માટે જે હવાતિયા માર્યા એમાં ફરી પાકિસ્તાન નેકેડ થઈ ગયું છે.
