December 19, 2025
ઈન્ટરનેશનલટ્રાવેલ

પાકિસ્તાનીઓને આ દેશમાં પ્રવેશની મનાઈ, પાસપોર્ટ પર જ લખેલી છે ખાસ ચેતવણી

Spread the love

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આખરે એવો તે કયો દેશ છે જ્યાં પાકિસ્તાનીઓની એન્ટ્રી પર પ્રતિબંધ છે અને આ પાછળનું કારણ શું છે? પાકિસ્તાની પાસપોર્ટ પર ખૂદ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાની પાસપોર્ટ દુનિયાના તમામ દેશોમાં માન્ય ગણાય છે, એક ઈઝરાયલને બાદ કરતાં. ચાલો, તમને આ પાછળનું કારણ જણાવીએ…

પાકિસ્તાની પાસપોર્ટ પર લખેલું છે કે આ પાસપોર્ટ ઈઝરાયલ માટે માન્ય નથી. ઈઝરાયલ છોડીને દુનિયાના તમામ દેશોમાં આ પાસપોર્ટ માન્ય રહેશે. વાત કરીએ આવું કેમ એની તો એનું કારણ ખૂબ જ ચોંકાવનારૂં છે. આ બંને દેશો વચ્ચે રાજકીય કે પછી કોઈ વ્યવસાયિક પ્રકારના પણ સંબંધો નથી.

પાકિસ્તાની પાસપોર્ટ પર લખેલું છે કે તે ઈઝરાયલની યાત્રા માટે માન્ય નથી, કારણ કે પાકિસ્તાન ઈઝરાયલને એક કાયદેસર રાજ્ય કે દેશ તરીકે માન્યતા નથી આપતું. આ નીતિ પાકિસ્તાનના પેલેસ્ટાઈન આંદોલનના પ્રબળ સમર્થન અને બીજા એ મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશો સાથેના તેના ગઠબંધનની ઉપજ છે, જેમણે ઈઝરાયલને માન્યતા નથી આપી.

પાકિસ્તાન ઈઝરાયલને એક અલગ દેશ નથી માનતો અને યુનાઈટેડ નેશન્સમાં પણ તે અવારનવાર ઈઝરાયલ વિરૂદ્ધ પેલેસ્ટાઈનના સમર્થનમાં વોટ આપતું રહે છે. પાકિસ્તાની સરકાર અને નાગરિકો પણ લાંબા સમયથી ઈઝરાયલના કબજા હેઠળની પેલેસ્ટાઈનની જમીન અને યેરૂશલેમની સ્થિતિની સખત વિરૂદ્ધ છે. બસ આ જ કારણ છે કે પાકિસ્તાની નાગરિકોની ઈઝરાયલની યાત્રા પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ થોડાક સમય પહેલાં દુનિયાના શક્તિશાળી પાસપોર્ટની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં ભારતીય પાસપોર્ટ 85મા સ્થાનથી 77મા સ્થાને પહોંચી ગયો હતો. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાનનો નંબર આ યાદીમાં ખૂબ જ પાછળ હતો.

છે ને એકદમ યુનિક અને શોકિંગ ઇન્ફર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો. આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!