પાકિસ્તાની બોલરનું પોત પ્રકાશ્યુંઃ ચાહકને ‘ભારતીય’ સમજીને મારવા દોડ્યો, વીડિયો વાઈરલ
અમેરિકામાં ચાલી રહેલા ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનની ટીમ બહાર ફેંકાઈ ગયા પછી પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓનો ગુસ્સો શમતો નથી. પૂર્વ ક્રિકેટર પણ પાકિસ્તાનની વર્તમાન ટીમ પર ટીકાસ્ત્રો છોડવાનું બાકી રાખ્યું નથી, જ્યારે ચાહકો તો રીતસર સોશિયલ મીડિયા પર ટીમને ભાંડવામાં બાકી કંઈ રાખ્યું નથી. ટીમના કેપ્ટન બાબર આઝમ સૌથી વધુ ટીકાનો ભોગ બન્યો છે ત્યારે વધુ એક ક્રિકેટરે સૌથી મોટું કારનામું કરીને ટીમની ઈજ્જતના લીરે લીરા ઉડાવ્યા છે. ટીમના આક્રમક બોલર હારીસ રાઉફે ચોંકાવનારી હરકત કરીને પાકિસ્તાનનું માથું શરમથી ઝુકાવી દીધું છે. પાકિસ્તાનની હારથી ગુસ્સે થયેલા એક ચાહક સાથે મારપીટ કરવાની કોશિશ કરી હતી, જ્યારે વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેની આકરી ટીકા કરી હતી.
એના સંબંધમાં આજે એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં પાકિસ્તાનના એક ચાહક સાથે હારીસ રાઉફ લડાઈ કરવા લાગી ગયો હતો. પાકિસ્તાનના ચાહક દ્વારા હાંસી ઉડાવવામાં આવી હતી, ત્યારબાદ રાઉફની પત્ની વચ્ચે પડવા છતાં રોકાયો નહોતા. એટલું જ નહીં, એ ચાહક ઈન્ડિયન હોવાને કારણે ગુસ્સે થઈને એને મારવા સુધી પહોંચ્યો હતો. ભારતીય સમજીને રાઉફ બડબડ કરે છે કે આ તારુ ભારત નથી અને તેને રીતસર મારવા દોડી જાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે બંને વચ્ચે વિવાદ થાય છે, જ્યારે રાઉફને તેની પત્ની અને સુરક્ષા ગાર્ડના રોકવા છતાં રોકાયો નહોતો. વીડિયોમાં તેનો ચાહક પણ જવાબ આપે છે કે તે ભારતીય નથી, પણ પાકિસ્તાની છે, ત્યારબાદ ફૂટપાથ પર લોકો એકઠા થઈ ગયા હતા. આ અંગે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
Haris Rauf Fight
His wife tried to stop her.
Haris- Ye indian ho hoga
Guy- Pakistani hu @GaurangBhardwa1 pic.twitter.com/kGzvotDeiA— Maghdhira (@bsushant__) June 18, 2024
કહેવાય કે પાકિસ્તાનના વર્લ્ડ કપમાં ધબડકા પછી ક્રિકેટર માદરે વતન જવાને બદલે લંડનમાં રોકાઈ ગયા છે અને ત્યાં વેકેશન વીતાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર કેપ્ટન બાબર આઝમ, મહોમ્મદ આમીર, ઈમામ વસીમ, હારીસ રઉફ, શાદાબ ખાન અને આઝમ સ્વદેશ જતા પહેલા લંડનમાં વેકેશન વીતાવી રહ્યા છે. છ ક્રિકેટર સિવાય બાકી ટીમના ખેલાડી આજે પાકિસ્તાન રવાના થશે.
ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડ કપના ગ્રુપમાં એકમાં ભારત, અમેરિકા, કેનેડા અને આર્યલેન્ડની ટીમ હતી. પાકિસ્તાનને અમેરિકા અને ભારત સામે હારનો સામનો કરવામાં આવ્યા પછી કેનેડા અને આર્યલેન્ડ સામે જીત્યું હતું. ચારમાંથી બેમાં જીત અને બેમાંથી હાર સાથે પોઈન્ટ ટેબલમાં ત્રણ પોઈન્ટ મળ્યા હતા, જ્યારે સાત પોઈન્ટ સાથે ભારત ટોપ પર રહ્યું હતું, જ્યારે પાંચ પોઈન્ટ સાથે અમેરિકન ટીમ સુપર એઈટમાં પહોંચીને બીજા નંબરની ટમ રહી હતી. પાકિસ્તાનના સુપર એઈટમાં એન્ટ્રી નહીં લઈ શકતા ટીમની ચારેબાજુ ટીકા થઈ રહી હતી, જ્યારે અમેરિકામાં ચાહકોએ ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા હતા.