નાપાક હરકતોનો જડબાતોડ જવાબઃ એશિયા કપમાં ભારતે ફરી પાકિસ્તાનનું નાક કાપ્યું
સાહિબજાદા ફરમાનની હાફ સેન્ચુરી પર અભિષેક શર્મા-ગિલે પાણી ફેરવી દીધું…

ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી 75 વર્ષ પછી પણ બંને દેશને એકબીજા સાથે સુલેહ કેળવાય એમ લાગતું નથી. એશિયા કપ ભારત અને પાકિસ્તાનના સંબંધોને ઘણી બધી બાબતને લઈ ચર્ચામાં છે, જેમાં સૌથી પહેલા ઓપરેશન સિંદૂર પછી બંને દેશ વચ્ચેના સંબંધો વણસી ગયા પછી રમાઈ છે. પહેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમનું નાક કાપી નાખ્યું હતું. સાત વિકેટથી હરાવ્યા પછી શેકએન્ડ નહીં કરતા પીસીબીથી લઈને ભૂતપૂર્વ ક્રિકેટરને મરચા લાગ્યા હતા. બેફામ નિવેદનો અને એશિયા કપ નહીં રમવાની ધમકીઓ આપ્યા પછી પણ પૈસા કમાવવા માટે રમવું પડ્યું છે, જેની અસહ્ય પીડા પાકિસ્તાનને છે એનું વર્ણન ફરી એક વાર ભારત સામેની મેચમાં જોવા મળ્યું હતું.
હાર તરફ ઢળી રહ્યુ હતું ત્યારે ઔકાત પર આવ્યું
ભારત પહેલેથી પાકિસ્તાનની આતંકવાદીઓને પોષનારી નીતિઓના ખિલાફ છે, જ્યારે પાકિસ્તાન ખુદ એનાથી દૂર થઈ શકતું નથી. એ પાપ ધોવા માટે ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હાથ ધરવું પડ્યું અને આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કર્યો પણ પૂંછડી તો વાંકી જ રહેવાની. ખેર, આ બધુ ભૂલીને સરકાર અને ભારતીય ટીમ એશિયા કપ દુબઈમાં રમવા તૈયાર થયા પછી ક્રિકેટના મેદાન પર ટીમ ઈન્ડિયાના કેપ્ટને પ્રોટોકોલ જાળવ્યો નથી, પણ બદતમીઝી કરી નથી. પણ પાકિસ્તાનને તેની ઔકાત પર આવી ગયું હતું.

આ લોકો હવે બેટ નહીં બંદૂકની ભાષા સમજશે
બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોની ધુલાઈ કરવાની સાથે સૌથી ઝડપી હાફસદી કરનારા ઓપરન બેટ્સમેન સાહિબજાદા ફરહાનની વર્તણૂક જેન્ટલમેન ગેમ જેવી જણાઈ નહોતી અને એનો વીડિયો પણ વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોએ ઝાટકણી કાઢી હતી. સાહિબજાદા ફરહાને 35 બોલમાં અડધી સદી ફટકાર્યા પછી બેટને બંદૂક રાખીને સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. ક્રિકેટરના હાથમાં બેટના બદલે બંદૂકથી સેલિબ્રેશન કરવાનું જોઈને યૂઝર્સે ટીકા કરતા કહ્યું હતું કે આ લોકો બંદૂકની ભાષા સમજે એવા છે.
અભિષેકે ધુલાઈ કરવા લાગ્યો ત્યારે ઉશ્કેરવા લાગ્યા
દુબઈમાં એશિયા કપની સુપર-4 મુકાબલો વનસાઈડેડ રહ્યો હતો. પાકિસ્તાને 20 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાના ધુરંધર ક્રિકેટર અભિષેક શર્મા અને શુભમન ગિલે શરુઆત આક્રમક કરી હતી. જીતનો પાયો અભિષેક અને ગિલે નાખી દીધો હતો એટલે સુધી 49 બોલમાં 105 રન ફટકારીને ભારતતરફ મેચનું પલ્લું ભારે કરી દીધું હતું. અભિષેકે પાંચ સિક્સર અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. અભિષેકને રોકવાનું મુશ્કેલ હતું ત્યારે તેને ઉશ્કેરવાનું શરુ કર્યું હતું. ભારતે પાકિસ્તાનને એશિયા કપમાં સતત બીજી વખત હરાવ્યું છે, જેમાં પહેલી મેચમાં સાત અને બીજી મેચમાં છ વિકેટથી ધૂળ ચટાડી છે.
રમતમાં ફાસ્ટ બોલર હારિસ રઉફની અભિષેકે ધુલાઈ તો અભિષેક પર ઉશ્કેરાઈ જતા તેની નજીક ધસી ગયો હતો, પણ અમ્પાયર ગાજી સોહેલે આવીને બંનેને અટકાવી લીધા હતા. ગિલ અને શાહિન આફ્રિદી વચ્ચે પણ ચકમક થઈ હતી. મેચ જીત્યા પછી ફરી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હાથ મિલાવ્યા નહોતા, પરંતુ પાકિસ્તાનીઓએ પોતાના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. સતત બીજી વખત પાકિસ્તાનને ભારતે ધૂળ ચટાડતા સૂર્યકુમાર યાદવની ટીમ હવે બાંગ્લાદેશ સામે રમશે અને એના માટે ટીમ ઈન્ડિયાને બે દિવસનો બ્રેક મળ્યો છે. પાકિસ્તાન સુપર ઓવરની પહેલી ચાર મેચ હાર્યું છે, જે એક દિવસના બ્રેક પછી શ્રીલંકા સામે રમશે.
