આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બેનકાબઃ કુવૈતમાં ગુલામ નબી આઝાદની તબિયત લથડી
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતના નેતાઓનું પ્રતિનિધિમંડળ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના આતંકવાદી સમર્થન સામે અવાજ ઉઠાવવા વિવિધ દેશોની મુલાકાતે છે. આવી મુલાકાત દરમિયાન ડેપીએમ ગુલામ નબી આઝાદ કુવૈતમાં અચાનક અસ્વસ્થ થયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. નેતાઓએ તેમની તબિયતને લઇ ચિંતા વ્યક્ત કરી અને ત્વરિત સાજા થવાની આશા વ્યક્ત કરી છે.
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન આતંકવાદને સમર્થન કરે છે એને ઉઘાડું પાડવા માટે ભારતીય સાંસદો અને નેતાઓનું ડેલિગેશન વિવિધ દેશોની મુલાકાતે છે. ઓલ પાર્ટી ડેલિગેશનમાં કુવૈત ગયેલા ગુબામ નબી આઝાદની અચાનક તબિયત લથડી હતી. તબિયત લથડ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદને મંગળવારે રાતના કુવૈતના સર્વદળીય ડેલિગેશનની મુલાકાત વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમની સાથે વિદેશ ગયેલા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ કહ્યું હતું કે જ્યારે અમે ગુલામ નબી આઝાદને હોસ્પિટલમાં મળવા ગયા ત્યારે આંખોમાં આંસુ આવી ગયા હતા.
નિશિકાંત દૂબેએ કહ્યું હતું કે તબિયત ખરાબ હોવા છતાં દેશ માટે પ્રતિનિધિમંડળના હિસ્સો બનવાનું સ્વીકાર્યું હતું. હોસ્પિટલમાં જ્યારે તેમને મળ્યા ત્યારે તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. આજના સમયગાળામાં આવા નેતા મળવાનું મુશ્કેલ હોય છે. તેઓ ઝડપથી સાજા થાય એની કામના કરીએ છીએ.
ગુલામ નબી આઝાદ જે ડેલિગેશનનો હિસ્સો છે તેનું નેતૃત્વ ભાજપના સાંસદ બૈજંત પાંડા કરી રહ્યા છે. તેના અંગે શેર કરીને તેમને લખ્યું કે અમારા પ્રતિનિધિમંડળની મુલાકાત વચ્ચે ગુલામ નબી આઝાદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની હાલત સ્થિર છે, જ્યારે તેમને મેડિકલ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
બહેરિન અને કુવૈતમાં મીટિંગમાં તેમનું યોગદાન અસરકારક રહ્યું હતું અને હવે તેઓ હોસ્પિટલના બિછાને છે. ગુલામ નબી આઝાદની તબિયત સ્થિર છે અને મેડિકલ સુપરવિઝન ચાલુ છે. સઉદી અરેબિયા અને અલ્જિરિયામાં તેમની ગેરહાજરી અમને સૌને બહુ સાલશે, એમ તેમણે જણાવ્યું હતું.