February 27, 2026
ઈન્ટરનેશનલ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ, કેમ બન્યા એકબીજાના દુશ્મન?

Spread the love


ઓપરેશન ‘ગઝબ લિલ હક’ અને ડુરંડ લાઇનનો વિવાદ: એશિયામાં નવા યુદ્ધના એંધાણ


એશિયામાં ફરી એક વખત બે દેશ એકબીજાના દુશ્મન બનીને એલાન-એ જંગ જાહેર કર્યું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી જારી તણાવ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાને અગાઉ હુમલો કર્યા પછી વળતો જવાબ અફઘાનિસ્તાને પણ ગુરુવારે મોડી રાતના પાકિસ્તાનની લશ્કરી છાવણીઓ પર ભીષણ હુમલો કર્યો છે.

ઓપરેશન ગઝબ લિલ હક નામ આપ્યું
અફઘાનિસ્તાને પાકિસ્તાનની અનેક છાવણી જપ્ત કર્યાના અહેવાલો વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પણ અફઘાનિસ્તાન પર યુદ્ધ જાહેર કર્યું છે. પાકિસ્તાન સરકારે અફઘાનિસ્તાન પર હુમલો કરતા ઓપરેશન ગઝબ લિલ હક (Operation Ghazab Lil-Haq) નામ જારી કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 133 અફઘાન તાલિબાન લડાકુ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવે છે.

બંને દેશ વચ્ચે શા માટે યુદ્ધની કરી જાહેરાત
બંને દેશની વચ્ચે શરુઆતથી તણાવ વચ્ચે 21 ફેબ્રુઆરીના પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે પાકિસ્તાન સાબિતી છે કે ટીટીપી (તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન) અને બલોચ વિદ્રોહીઓનો પાકિસ્તાન પર હુમલો કરવા માટે કરવામાં આવે છે.
આ હુમલાનો વળતો પ્રહાર કરીને અફઘાનિસ્તાને પાકિસ્તાનની ડઝનબદ્ધ સરહદી છાવમીઓનો કબજો કર્યો હતો અને 55 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. બંને દેશ વચ્ચે ઉશ્કેરણીજનક હુમલાને લઈ હવે પાકિસ્તાને પણ કાબૂલ અને કંધહાર પર મિસાઈલથી હુમલો કર્યો છે.

પાકિસ્તાનના હુમલામાં અફઘાનિસ્તાનમાં મોટી ખુવારી
પાકિસ્તાનના આઈટી મંત્રી અતાઉલ્લાહ તરારે સોશિયલ મીડિયા પર ઓપરેશનની માહિતી આપી અને કહ્યું કે હુમલામાં 133 તાલિબાની માર્યા ગયા છે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. તાલિબાનના બે હેડ ક્વાર્ટર, ત્રણ બ્રિગેડ હેડ ક્વાર્ટર અને 27 લશ્કરી છાવણી નષ્ટ કરી છે. 80થી વધુ ટેન્ક, તોપ અને બખ્તર ગાડીઓ તોડી પાડવામાં આવી છે. પાકિસ્તાને તાલિબાનની નવ ચોકી પર કબજો જમાવ્યો છે.

અફઘાનિસ્તાનની સંપ્રભુતા પરનો ઘાતક હુમલો
અફઘાનિસ્તાનની સામેની કાર્યવાહીને પાકિસ્તાને આતંકવાદ વિરોધી એક્શન ગણાવ્યા છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અફઘાનિસ્તાન અલગ રીતે તસવીર રજૂ કરી હોવાનો દાવો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ અનુસાર પાકિસ્તાનના હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. કાબૂલ પ્રશાસને આ હુમલાને પોતાની સ્વતંત્રતા પરનો ઘાતક હુમલો ગણાવ્યો છે, જ્યારે તેનો વળતો જવાબ આપવાની પણ ચેતવણી આપી છે.

બંને દેશ વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ શું છે
2021માં કાબૂલ પર તાલિબાનના કબજા પછી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો થયો હતો. પાકિસ્તાને આરોપ મૂક્યો હતો કે ટીટીપીના સૈનિકોએ અફઘાનિસ્તાનમાં સુરક્ષિત જગ્યાએ આશરો લીધો હતો. જોકે, કાબૂલે આ આરોપોને ફગાવ્યા હતા. આ હુમલાને અગાઉથી ફગાવવામાં આવ્યા છે, જ્યારે તાજેતરના હુમલામાં બાજોર જિલ્લામાં એક આત્મઘાતી હુમલામાં અગિયાર પાકિસ્તાની સૈનિકના મોત થયા છે, જેમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાનના મૂળ લોકો પર હુમલો કર્યો છે. અફઘાનિસ્તાનની તુલનામાં પાકિસ્તાનની આર્મીની શક્તિ (6 લાખ સૈનિક, 400 લડાકુ વિમાન અને પરમાણુ હથિયાર છે) વધારે છે, જ્યારે તાલિબાનની પાસે દાયકાઓથી યુદ્ધનો અનુભવ છે, જ્યારે હાલમાં બંને દેશની સેના ડુરંડ લાઈનના આમનેસામને છએ, જેનાથી દક્ષિણ એશિયામાં નવા યુદ્ધનું જોખમ ઊભું થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!