December 20, 2025
ટોપ ન્યુઝ

પહલગામ હુમલામાં 28 જણના મોતઃ સર્ચ ઓપરેશન વચ્ચે હુમલાખોરની તસવીર આવી, 3 સ્કેચ જારી

Spread the love

શ્રીનગરઃ પહલગામ હુમલા પછી આતંકવાદીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકોને ઈજા પણ પહોંચી હતી. આંતકવાદીઓએ એકે 47 મારફત કર્યો હતો, જ્યારે તેની તસવીર પણ મળી આવી છે. આ ઉપરાંત, સુરક્ષા દળોએ સંભવિત આતંકવાદીઓના સ્કેચ પણ તૈયાર કરાવ્યા છે. એનઆઈએની ટીમ શ્રીનગર પહોંચી છે, ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે છે. આર્મી, સીઆરપીએફ, એસઓજી, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે, જ્યારે હેલિકોપ્ટર અને ડ્રોન મારફત શોધખોળ હાથ ધરવામાં આવી છે.

28 જણનાં મોત અને 17 ઘાયલ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં એક હુમલાખોરની તસવીર મળ છે. આ તસવીર ઘટનાસ્થળની છે, જ્યારે હાથમાં બંદૂક સાથે હુમલાખોર હતો. આતંકવાદીનો ચહેરો પણ જોવા મળ્યો છે. પહલગામ હુમલા પછી આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા પ્રશાસન દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષાદળનું ઓપરેશન ખતમ થયા પછી એનઆઈએની ટીમ લોકેશન પર પહોંચી છે, જ્યારે મૃતકોના મૃતદેહોને શ્રીનગર મોકલવામાં આવ્યા છે. મંગળવારે થયેલા હુમલામાં 28 લોકોનાં મોત થયા હતા, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. આ હુમલો પહલગામની બૈસરની ઘાટીમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ શોધી શોધીને હિંદુઓને નિશાન બનાવ્યા હતા.
width=
ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી
પહલગામના આતંકવાદી હુમલાને લઈ દેશવાસીઓ ગુસ્સામાં છે. આતંકવાદીઓએ પહેલી વાર પર્યટકો ટાર્ગેટ બનાવ્યા હતા, તેનાથી સ્થાનિક લોકો ગુસ્સામાં છે. આતંકવાદીઓના સ્કેચ જારી કર્યા છે, જેમની ઓળખ કરી છે. આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહા તરીકે કરી છે. પર્યટકો પર હુમલો કર્યા પછી આતંકવાદીઓ નજીકના પહાડી વિસ્તારના જંગલોમાં છુપાઈ ગયા છે. આતંકવાદીઓને શોધવા માટે સીઆરપીએફ સિવાય જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો પણ તપાસમાં સક્રિય બની ગઈ છે.

28ના મોત પછી સાઉદીથી મોદી રિટર્ન
આ હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને મંગળવારે મોડી રાતના ભારત પરત ફર્યા હતા. દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીએ એનએસએ અજિત ડોભાલ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વિદેશ સચિવે પહલગામના હુમલાને લઈ પીએમ મોદીને બ્રીફિંગ કર્યું હતું. આ અગાઉ વડા પ્રધાન મોદીને હુમલા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ફોન પર વાતચીત કરી હતી. હાલમાં પહલગામના હુમલામાં સર્ચ ઓપરેશન ચાલુ છે, જ્યારે આતંકવાદીઓને શોધવાનું ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!