July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદાસ્પદ પોસ્ટ: સરકારી કર્મચારીની કરાઈ ધરપકડ

Spread the love

રાષ્ટ્રીય એકતા અને દેશવિરોધી પોસ્ટ કરવાના આરોપસર 14 જણ સામે એફઆઈઆર

અમદાવાદઃ પહલગામ હુમલા પછી આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માટે ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના કેમ્પના સફાયો કરવામાં આવ્યો. આતંકવાદીઓની સામે કાર્યવાહી માટે ત્રણેય પાંખની સંયુક્ત કાર્યવાહી માટે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. હવે ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા સરકારી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ પોસ્ટ રાષ્ટ્રીય એકતા અને દેશવિરોધી હતી અને લોકોમાં ડર ફેલાવનારી હતી. ગુજરાતમાં આવા કૂલ 14 કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

ગુજરાતના બોટાદ જિલ્લાના એક સરકારી કર્મચારીએ ઓપરેશન સિંદૂરને લઈ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી લખવાના કિસ્સામાં ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા વિરોધી ટિપ્પણી હતી અને લોકોમાં ખોટો ડર ફેલાવનારી હતી. આરોપીની ઓળખ પટવારી કુપાલ પટેલ (ઉંમર 27) તરીકે કરવામાં આવી છે, જે બોટાદ જિલ્લાના ધ્રુફનિયા ગામમાં તલાટી કમ મંત્રી પદે કાર્યરત છે. રાજ્યની પંચાયત વિભાગમાં ત્રીજા વર્ગના કર્મચારી તરીકે કામ કરતો હોય છે.

ઓપરેશન સિંદૂર સંબંધમાં નેગેટિવ કમેન્ટ કરવામાં આવી હતી. આ મુદ્દે ડેપ્યુટી એસપી મહર્શી રાવલે કહ્યુ હતું કે સોશિયલ મીડિયા પરનું નિરીક્ષણ કરતી વખતે જિલ્લા સાઈબર ટીમે એક્સ પર કુપાલ પટેલે એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર સંબંધમાં હતી.

આ પોસ્ટ રાષ્ટ્રીય એકતા વિરોધી અને દેશમાં ડર ફેલાવનારી હતી. આ કેસને સાઈબર ક્રાઈમમા ભારતીય ન્યાય સંહિતાની ધારા 353 (2) અને 197 (1), (ડી) અન્વયે કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી મૂળ અમદાવાદનો રહેવાસી છે અને હાલમાં બોટાદના ગઢડામાં રહે છે.

ગુજરાત સરકારે સોમવારે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી સોશિયલ મીડિયા પર દેશવિરોધી અને આર્મીનું મનોબળ તોડનારી પોસ્ટ કરવાના આરોપમાં અત્યાર સુધીમાં 14 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બબ્બે એફઆઆઈઆરમાં ખેડા અને કચ્છનો સમાવેશ થાય છે, જ્યારે જામનગર, જૂનાગઢ, વલસાડ, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને પંચમહાલના એક-એક કેસનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!