તમે જ તમારી જાતને ખુશ રાખી શકો છો, કઈ રીતે જાણી લો?
આજના સમયમાં વ્યક્તિને ખુશ રાખવાનું મુશ્કેલ બનતું જાય છે, જેમાં બીજી વ્યક્તિ કરતા પોતાની જાતને પણ ખુશ રાખવાનું દિવસે દિવસે કપરું બનતું હાય છે. પોતાની જાતને ખુશ રાખવા માટે લોકો જાતજાતના પેંતરા કે ઓનલાઈન સંશોધનો કરતા હોય છે, પણ એ કોઈ પુસ્તકમાં પડેલી વસ્તુ નથી. વાસ્તવમાં એ વ્યક્તિના સારા મૂડ પર નિર્ભર કરે છે. આમ છતાં સાચો આનંદ તો વ્યક્તિની અંદર ધરબાયેલો હોય છે બહુ ઓછા લોકોને એ વાતની જાણ હશે કે વ્યક્તિના શરીરમાં ચાર પ્રકારના હોર્મોન હોય છે, જેમાં ડોપામાઈન, ઓક્સિટોસિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન. આ ચાર હોર્મોન મળીને વ્યક્તિના મૂડ અને સુખદુખને બેલેન્સ કરે છે. વિસ્તૃતમાં વાત કરીએ.
એન્ડોર્ફિનઃ એ વ્યક્તિનું દર્દ કરવાની સાથે તનાવ ઘટાડે છે, જ્યારે ખુશી વધારે છે. તણાવને ઘટાડવા માટે તમારે હાઈ ઈન્ટેસિટી ઈન્ટરવલ ટ્રેનિંગ (એચઆઈઆઈટી) અને સ્ટેમિના વધારવા માટે નાની-મોટી રમત રમી શકો છો. ડાન્સ કરો અને સારું લાગે તો ડાર્ક ચોકલેટ અને ચટાકેદાર ખાવાનું ખાઈ શકો છો, પરંતુ સંતુલિત માત્રામાં આહારનું સેવન કરો. શક્ય હોય તો ક્રિએટિવ બનો, જેમાં લખવા અને ડ્રોઈંગ બનાવી શકો છો. સારા લોકોથી દૂર રહેવાનું ટાળો, જ્યારે બિનજરુરી લોકોની મજાક ઉડાવશો નહીં.
ડોપામાઈનઃ ડોપામાઈન મગજના એ ભાગને સક્રિય કરે છે, જેનાથી વ્યક્તિમાં સંતોષની ભાવના જન્મે છે. નાના નાના કામ પૂરા કરો, જે તમે ટાર્ગેટ બનાવી રાખ્યા હોય. નિયમિત રીતે કસરત કરો. ખાસ કરીને સારી ખાણીપીણી સાથે પૂરતી ઊંઘ લેવાનું રાખો. એની સામે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું ઓછો કરો. જંક ફૂડ ખાવાનું શક્ય હોય તો ટાળો. બહુ રેસ્ટ કરશો નહીં. આ ઉપરાંત, બિનજરુરી વધુ પડતું કામ કરશો નહીં.
ઓક્સિટોસીન: ઓક્સિટોસીનથી સામાજિક વ્યવહાર વધારે છે, જ્યારે તનાવને પણ ઘટાડે છે. ઓક્સિટોસીનની પ્રાપ્તિ માટે તમે ખાસ કરીને તમે તમારા દોસ્ત અથવા પરિવારના સભ્યોની સાથે સારા સંબંધો બનાવો. એમની સાથે સમય પણ વીતાવવાનું રાખો એમની સાથે નિયમિત રીતે વાત કરવાનું રાખો. લોકોને મદદ કરવાની ભાવના રાખો. સામાજિક કામગીરીથી પોતાની જાતને અળગી રાખવાનું ટાળો. ખૂદને દુનિયાથી અલિપ્ત રાખવાની વાતથી દૂર રહો.
સેરોટોનિન: સેરોટોનિન હોર્મોનનો પ્રકાર છે, જે તમારા મૂડને સ્થિર રાખે છે, જ્યારે તમારી પાચનશક્તિને પણ સુધારે છે. સેરોટોનિનને બેલેન્સ રાખવા માટે વિટામીન ડીનું સેવન કરો એટલે શિયાળાના દિવસોમાં ખાસ કરીને સૂર્યના તડકામાં બેસો. નિયમિત રીતે એરોબિક કસરત કરો. ટ્રિપ્ટોફેનથી ભરપુર આહારનું સેવન કરો. અખરોટ, પનીર, દાળ, વિટામિન્સથી ભરપુર ફળ-શાકભાજીનું સેવન કરો. ધ્યાન અથવા યોગ પણ કરી શકો છો. આ ઉપરાંત, રેગ્યુલર કસરત કરવાનું રાખો.