શેર યા સવાશેરઃ 13 વર્ષમાં એક લાખના 75 લાખ થયા, જાણો કઈ કંપનીનો સ્ટોક છે?
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ના શેરે છેલ્લા 13 વર્ષમાં શેરધારકોને જોરદાર રિટર્ન આપ્યું છે. બીપીસીએસના શેરની વાત કરીએ તો 13 વર્ષમાં એક લાખ રુપિયાના 75 લાખ રુપિયા થયા છે. આ કમાલ કંપનીએ આપેલા બોનસ શેરથી પણ થઈ છે. બીપીસીએલે છેલ્લા 13 વર્ષમાં પોતાના રોકાણકારોને ચાર બોનસ શેરની ભેટ આપી છે, જેમાં કંપનીએ છેલ્લે થોડા મહિના પહેલા બોનસ શેર આપ્યો હતો. કંપનીએ આ વર્ષે જૂન મહિનામાં 1:1ના રેશિયોથી બોનસ શેર આપ્યો હતો.
એક લાખ રુપિયાના 75 લાખથી વધુ કમાણી થઈ
બીજી સપ્ટેમ્બર 2011ના બીપીસીએલનો ભોવ 56.88 રુપિયા હતો, જેમાં એ વખતે દા.ત. જો કોઈ શેરધારકે બીપીસીએલના શેરમાં એક લાખ રુપિયા લગાવ્યા હોત તો કપંનીના 1,578 શેર મળ્યા હતા. 2011 પછી બીપીસીએલે અત્યાર સુધીમાં પોતાના રોકાણકારોને ચાર વખત બોનસ શેર આપ્યા છે. કંપની તરફથી શેરને જોડવામાં આવે તો તેની કૂલ સંખ્યા 21,096 શેરે પહોંચી જાય છે. બીપીસીએલના શેર 30 ઓગસ્ટના બીએસઈમાં 357 રુપિયાએ બંધ થયો હતો. શેરના ભાવની રીતે જોવામાં આવે તો સ્ટોકની વેલ્યુ 75.38 લાખ રુપિયા થાય છે. જોકે, બીજી મહત્ત્વની વાત એ કે આ તો બોનસની વાત થઈ, પરંતુ તેમાં ડિવિડંડની વાત કરી નથી.
કંપની ચાર વખત બોનસ આપી ચૂકી છે
13 વર્ષમાં કંપની ચાર વખત બોનસ શેર આપ્યા છે. કંપનીએ જુલાઈ 2012માં 1:1ના રેશિયોથી બોનસ શેર આપ્યો હતો. કંપનીએ દરેક શેર પર એક બોનસ શેર આપ્યો હતો, ત્યાર બાદ 2016માં ફરી એક વખત 1:1ના રેશિયોથી બોનસ શેરની ભેટ આપી હતી. જુલાઈ 2017માં તો 1:2ના રેશિયોથી બોનસ શેર આપ્યો હતો. એટલે કંપનીના બે શેરે એક બોનસ શેર આપ્યો હતો અને છેલ્લે જૂનમાં 1:1ના રેશિયોથી બોનસ શેર આપ્યો હતો.
એક વર્ષમાં કંપનીના શેરમાં 107 ટકા તેજી
બીપીસીએલ સ્ટોકની વૃદ્ધિની વાત કરીએ તો એક વર્ષમાં સ્ટોકના ભાવમાં 107 ટકા વૃદ્ધિ થઈ છે. કંપનીના સ્ટોકનો ભાવ પહેલી સપ્ટેમ્બર 2023ના એનએસઈ (નેશનલ સ્ટોક એક્સેન્જ)માં 172.10 રુપિયાએ હતો, જે 30 ઓગસ્ટ 2024માં એનએસઈમાં 356.80 રુપિયાએ બંધ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 58 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
10 રુપિયાની ફેસ વેલ્યુના શેરનું માર્કેટ કેપ હાલમાં 1,54,797 કરોડની આસપાસ છે, જ્યારે હાલમાં સ્ટોક અપર રેન્જમાં છે, જે 30મી ઓગસ્ટના એક વર્ષની ઊંચી સપાટીએ છે, જ્યારે સ્ટોકનું બાવન સપ્તાહના તળિયાની સપાટી 165 રુપિયા હતી.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)