આવતીકાલે Sita Navami, કરો આ ઉપાય મા લક્ષ્મી આપશે અખૂટ ધન…
આપણા હિંદુ ધર્મમાં અનેક વ્રત તહેવારો વિશે જણાવવામાં આવ્યું છે અને તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. એટલું જ નહીં પણ શાસ્ત્રોમાં આ વ્રત તહેવારોની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક કારણો પણ દાખવવામાં આવ્યા છે. આવતીકાલે પણ લોકો સીતા નવમીની ઉજવણી કરશે. આવો જોઈએ શું છે આ સીતા નવમીનો તહેવાર…
દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની નોમના દિવસે સીતા નવમી (Sita Navami) ની ઉજવણી કરવામાં આવે છે. સીતા નવમીની ઉજવણી સીતા માતાના પ્રાકટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ સીતા નવમી આવતીકાલે એટલે કે 16મી નવેમ્બરના ઉજવવામાં આવશે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર સીતા નવમીના દિવસે લક્ષ્મી સ્વરૂપા સીતાદેવી પૂજા અર્ચના કરવાથી કે કેટલાક દિવ્ય ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીની અપાર કૃપા વરસે છે, ધનની પ્રાપ્તિ થાય છે.
આવો જોઈએ શું છે આ ઉપાયો કે જેનાથી મા લક્ષ્મીની કૃપા વરસે છે…
- સીતા નવમીની રાતે હળદર લગાવેલા ચોખા લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકીને રાખો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ક્યારેય ધનની કમી નથી થતી.
- સીતા નવમીના દિવસે ખીર બનાવીને દેવી સીતાને ખીરનો ભોગ લગાવો. મા લક્ષ્મીને ખીર ખૂબ જ પ્રિય છે. ભોગ લગાવ્યા બાદ આ ખીરનો પ્રસાદ કુંવારી કન્યાઓમાં વહેંચી દો.
- આ દિવસે પરિણીત મહિલાઓએ માતા સીતાને શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને શાંતિ જળવાઈ રહે છે. આ સાથે જ પરિણીત મહિલાઓને પતિની લાંબી આવરદાનું વરદાન પણ મળે છે. માતા લક્ષ્મીની કૃપા વરસે છે.
- સીતા નવમીના દિવસે દાન-પુણ્યનું આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદને યથાશક્તિ દાન પુણ્ય અવશ્ય કરો.
- લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે આ દિવસે પીળા વસ્ત્ર પહેરીને ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરીને તેમને પીળા ફૂલ, પીળી વસ્તુનો ભોગ લગાવીને આવક વધારવા માટેની પ્રાર્થના કરવી જોઈએ.
