આજે Shani Jayanti પર કરો કેટલાક વિશેષ ઉપાયો અને મેળવો શનિદેવની કૃપા…
હિંદુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું વિશેષ મહત્વ અને ખાસિયત જણાવવામાં આવ્યું છે. આવા જ એક ગ્રહ વિશે આજે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ. આજે છઠ્ઠી જૂનના શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જયોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા, કર્મના ફળદાતા તરીકે ઓળખવામાં આવે છે. એવી એક સર્વ સાધારણ માન્યતા છે કે શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. જે લોકો પર શનિદેવની વક્ર દ્રષ્ટિ હોય તેમને તેઓ રાજામાંથી રંક બનાવી દે છે અને જેમના પર તેમની કૃપા દ્રષ્ટિ હોય એમને તેઓ રંકમાંથી રાજા બનાવી દે છે
આજે જ્યારે શનિ જયંતિની ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજના દિવસે શનિદેવની પૂજા-અર્ચના કરવાનું વિશે મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જેના વિશે તમને અમે અહીં અહીં જણાવવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં પણ આપણે અહીં એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે દિવસના કયા સમયે શનિદેવની પૂજા કરવી જોઈએ, જેથી તેમની કૃપા મેળવી શકાય
તમારી જાણ માટે કે શનિદેવની પૂજા માટે સવારનો સમય બિલકુલ સારો કે શુભ નથી ગણાતો, એથી વિપરીત સૂર્યાસ્ત બાદનો સમય તેમની પૂજા માટેનો સૌથી ઉપયુક્ત સમય ગણવામાં આવે છે. પૂજા કરવાના સમયની સાથે સાથે જ શનિદેવની પૂજા કરતી વખતે વસ્ત્ર અને દિશાની પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
શનિદેવની પૂજા કરતી વખતે હમેશાં કાળા કે ડાર્ક બ્લ્યુ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, આ સિવાય ચમકીલા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત શનિદેવની પૂજા કરતી વખતે તમારું મોઢું પશ્ચિમ દિશામાં હોય એની ખાસ કાળજી રાખો.
સૌથી મહત્વની વાત એટલે શનિ દેવની પૂજા કરતી વખતે ક્યારેય તેમની આંખોમાં ના જોવું જોઈએ, આવું કરવું ખુબ જ અશુભ માનવામાં આવે છે.
હવે આજે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જો આવતીકાલે શનિ જયંતિ પર શનિદેવની પૂજા કરશો તો અચૂક તેના શુભ પરિણામ તમને મળશે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહેશે.