બોલો, 14 ફેબ્રુઆરીના મીના કુમારી અને કમાલ અમરોહીએ લગ્ન કર્યા હતા, પણ
હિંદી ફિલ્મોમાં અનેક ફિલ્મો બની, પરંતુ પાકિઝા જેવી ફિલ્મ નહીં. વાત આ ફિલ્મની અભિનેત્રી અને એના ડાયરેક્ટરની. ‘પાકિઝા’ ફિલ્મમાં કોણ અભિનેત્રી હતી અને કોની બનાવી હતી તો મિના કુમારી હતા, જ્યારે તેના ડાયરેક્ટર કમ પતિ કમાલ અમરોહી હતા. ફિલ્મ બનાવવામાં કદાચ માસ્ટર પણ પતિ તરીકે અભિનેત્રી પત્નીને સાચવી શક્યા નહોતા. પહેલા લગ્ન (નરગીસના માતા સિંગર જદ્દનબાઈની નોકરાણી) બિલ્કિસ બાનોના નિધન પછી બીજા લગ્ન સઈદા અલ જહરા મેહમૂદી સાથે કર્યાં હતા. આમ છતાં અમરોહીએ ત્રીજા લગ્ન મીના કુમારી સાથે કર્યાં હતા. મીના કુમારીએ કમાલ અમરોહી સાથે ચોરી-છુપકે વેલેન્ટાઈન દિવસ (14 ફેબ્રુઆરી 1952)ના કર્યા હતા. એ પણ મીના કુમારીએ પરિવારની જાણ બહાર.
મીના કુમારીના પતિ કમાલ અમરોહીની ટૂંકી ઓળખ આપીએ તો સૌથી પહેલી હોરર ફિલ્મ ‘મહલ’ બનાવવામાં સફળ રહ્યા હતા અને રાતોરાત નામ કમાવ્યું હતું. આ ફિલ્મના ગીતો ગાઈને લત્તા મંગેશકરને પણ આગવી ઓળખ આપી હતી, જ્યારે અભિનેત્રી તરીકે મધુબાલાએ પણ ચારચાંદ લગાવ્યા હતા. સૌથી વધુ ખર્ચ કરનારી ફ્લોપ ફિલ્મ આપનાર રઝિયા સુલ્તાન બનાવી હતી. એક કવિ, લેખક સહિત ડાયરેક્ટર અનેક કામમાં હથોટી બનાવી હતી. મૂળ પાકિસ્તાની પણ નસીબ અજમાવવા માટે મુંબઈ આવેલા કમાલ અમરોહીએ ફિલ્મો બનાવવાની સાથે મીના કુમારીના પતિ તરીકે ચર્ચામાં રહ્યા હતા અને એના લગ્ન જીવનને ચર્ચામાં રહ્યા હતા. મૂળ વાત કરીએ તો બબ્બે લગ્ન કર્યા છતાં મીના કુમારે શા માટે લગ્ન કર્યા હતા કમાલ અમરોહી સાથે.
કમાલ અમરોહીએ પાંચ વર્ષની મીના કુમારીએ ચાઈલ્ડ આર્ટિસ્ટમાં કામ કર્યું ત્યારે પહેલી મુલાકાત થઈ હતી, પરંતુ એના 14 વર્ષ પછી બીજી મુલાકાતના નિમિત્ત અશોક કુમાર બન્યા હતા. બંને વચ્ચે 19 વર્ષનું અંતર હતું અને કમાલે બે લગ્ન અને ત્રણ બાળકના પિતા હોવા છતાં લગ્ન કર્યા હતા મીના કુમારીએ. બન્યું એવું હતું કે મીના કુમારી અનારકલીમાં કામ કરતા ત્યારે એક અકસ્માત થયો અને ફિલ્મ છોડવી પડી હતી. એ વખતે હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે કમાલ અમરોહીએ મીના કુમારીની વધુ દરકાર લીધી અને એ વખતે મિલન-મુલાકાત વધતી ગઈને અને પ્રેમમાં પડી ગઈ હતી. ફિર ક્યાં પ્યાર હો ગયાં તો કોને રોક શકતા હૈ.
ડોક્ટરના ક્લિનિકમાં ફિઝિયોથેરેપી માટે નાની બહેન મધુ સાથે રોજ આઠ વાગ્યે ક્લિનિક જતા અને દસ વાગ્યે લેવા આવતા. આ બે કલાકના ટાઈમમાં લગ્ન કરવાનું નક્કી કર્યું અને ચોરીછૂપે લગ્ન કર્યા પછી મીના કુમારેની વાસ્તવિકતા પરિવારને જાણ થયા પછી પિતાએ ઘરની બહાર કાઢી નાખી ત્યારે કમાલ અમરોહીના ઘરે રહેવા ગઈ હતી.
દિગ્ગજ અભિનેત્રી તરીકે નામ કમાવા છતાં ડાયરેક્ટર પતિ તરીકે કમાલ અમરોહીએ મીના કુમારી માટે શરતો રાખી હતી. સૌથી પહેલી વાત તો એ હતી કે સાંજે 6.30 વાગ્યે ઘરે પહોંચી જવાનું. ઘરે પાછા પણ પોતાની કારમાં આવવાનું રહેશે અને મેક-અપ રુમમાં કોઈ વ્યક્તિ ના આવવો જોઈએ. કમાલ અમરોહી એટલા શકી હતા કે મીના કુમારી સાથે ગૃહસ્થી ચાલુ થઈ ત્યાં તેમના પર નજર રાખવા માટે પોતાના આસિસ્ટંટ બકર અલીને રાખ્યો હતો.
પત્ની કરતા પોતાની ઓળખથી ઓળખાવવાનું પસંદ કરતા હતા, પણ સ્વાર્થી અને મીના કુમારીની કમાણીનો પણ એક-એક પૈસાનો હિસાબ કમાલ અમરોહી રાખતા હતા. એક કાર્યક્રમ વખતે તેમને મુંબઈના ગર્વનરને કમાલ અને મીનાનો પરિચય કરાવવામાં આવ્યો તો અને કહ્યું આ મીના કુમારી અને તેમના પતિ કમાલ. ગુસ્સામાં કાર્યક્રમ વખતે કમાલ અમરોહી જવાબ આપ્યો હતો કે હું કમાલ અમરોહી અને આ છે મારી પત્ની મીના. ગુસ્સામાં કાર્યક્રમ છોડીને ત્યાંથી નીકળી ગયા અને મીના કુમારી કાર્યક્રમમાં પતિની હરકતથી મોં ઝૂકી ગયું હતું.
ત્રીજા લગ્નજીવનમાં કમાલ અમરોહીએ પત્ની મીના કુમારી પર અત્યાચાર ગુજારવાનું બાકી રાખ્યું નહોતું અને પહેલો ઝઘડો પણ બે રુપિયા માટે થયો હતો એ માલીશ માટે અને એ વાત એટલી વણસી હતી કે બે રુપિયા માટે માલીશવાળી બાઈને કાઢી મૂકી હતી. ફિલ્મફેર એવોર્ડ વખતે રીતસર પત્નીનું પર્સ મૂકીને ચાલતી પકડી હતી, મીના કુમારી પર્સ લેવા માટે ગયા ત્યારે ભૂલી ગયા પણ એ પાછું લઈને આવ્યા નહોતા અને અંદાજ એ હતો કે આજે પર્સ લઈને આવું તો આવતીકાલે મારે જુત્તા લઈને ઘરે આવવું પડે.
છેલ્લે લગ્નની શરત કે મેકઅપ રુમમાં કોઈ પરાયા પુરુષની એન્ટ્રી થવી જોઈએ નહીં. પણ એક વખતે આસિસ્ટંટ બકર અલીએ મીના કુમારી થપ્પડ મારી દીધી હતી અને કારણ હતું તેમના મેકઅપ રુમમાં ગુલજાર આવ્યા હતા. લાફો માર્યા પછી બકરની ફરિયાદ કરી તો કમાલે સાંભળી નહીં અને એ દિવસે મીના કુમારીએ કમાલ અમરોહીનું ઘર છોડી દીધું હતું. વેલેન્ટાઈન ડેના લગ્ન કરેલા ટક્યા નહીં અને 1964માં બંનેએ છૂટાછેડા લીધા હતા.