July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને થઈ 891, PM મોદીએ વ્યક્ત કરી ખુશી

Spread the love

સાવજોના વસવાટ માટે જાણીતા ગુજરાતના ગીરમાં ધીમે ધીમે સિંહોના વિસ્તારોનું કદ વધી રહ્યું છે. એની સાથે સિંહોની સંખ્યા પણ વધી રહી છે. 16મી સિંહ ગણતરીના આંકડા પ્રમાણે રાજ્યમાં 2020માં 674ની સામે બીજા પાંચ વર્ષમાં 891 સિંહની સંખ્યા થઈ છે. ગુજરાતના ગીર જંગલમાં રહેતા સાવજોની સંખ્યા સતત વધી રહી છે. 16મી સિંહ ગણતરીના તાજા આંકડા મુજબ, 2020માં 674 સિંહ હતા, જ્યારે હવે આ સંખ્યા 891 પર પહોંચી છે. આ વૃદ્ધિથી રાજ્યમાં જંગલ જીવન સંરક્ષણ માટેના પ્રયાસો સફળ નીવડી રહ્યા છે.

ગુજરાત સરકારે સિંહની સંખ્યાની ગણતરી માટે 10મી મેથી તેરમી મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવી હતી. સિંહની સંખ્યાની ગણતરી માટે ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોબરબંદર સહિત કૂલ 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકશન પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે 16મી સિંહ વસ્તી ગણતરી 2025ના આંકડા જાહેર કર્યા હતા, જેમાં કૂલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર અને 330 માદા, 140 પાઠડા અને 225 બચ્ચાનો સમાવેશ થાય છે. આ અગાઉ 2015માં સિંહની ગણતરી કરવામાં આવી હતી, જેમાં કૂલ સંખ્યામાં 27 ટકાનો વધારો નોંધાયો છે.

ગુજરાતના વન વિભાગ દ્વારા નિયમિત રીતે સિંહની ગણતરી કરવામાં આવે છે, જેમાં મૂલ્યાંકન સહિત સંરક્ષણનું પાલન કરવામાં આવે છે. આ અગાઉ સૌથી પહેલા ગુજરાતમાં 1936માં સિંહની ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ તબક્કાવાર ગણતરી કરવામાં આવી હતી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને એના સંબંધિત અભયારણ્યમાં 384 સિંહ જોવા મળ્યા, જ્યારે ગીર સિવાય સિંહોને પનિયા, મટિયાલા, ગિરનાર અને બારદા વગેરે સંરક્ષિત વિસ્તારોમાં પણ જોવા મળ્યા છે. આ ઉપરાંત, અમુક સિંહો હવે નદી-કિનારા અને શહેરી વસાહતોમાં જોવા મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સિંહોની વધતી સંખ્યાને લઈ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રોજેક્ટ લાઈનનું સપનું પણ સાકાર થવાની બાબતને વધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!