December 20, 2025
નેશનલ

NSGની સ્થાપના ક્યારે અને કેમ થઈ? ‘Black Cat Commandos’નું importance શું છે?

Spread the love

ભારતના સૌથી આધુનિક કમાન્ડો ફોર્સ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રેન્જિંગ ડે નિમિત્તે જાણો તેની કાર્યક્ષમતા

દેશના સૌથી આધુનિક અને તાલીમબદ્ધ કમાન્ડો ફોર્સ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) પોતાનો રેન્જિંગ ડે આજે મનાવી રહ્યા છે. આજના દિવસ દરમિયાન કમાન્ડો પોતાના કાર્યક્રમમાં ઓપરેશનલ કેપેબિલિટી, મોર્ડન ટેક્નિક્સ અને નવા હથિયારોની ક્ષમતાનું પ્રદર્શન કરશે. આજના દિવસનું મહત્ત્વ છે, જ્યારે દુનિયામાં પણ ભારતને શક્તિશાળી બનાવવામાં મહત્ત્વનું પ્રદાન છે.

એનએસજીની સ્થાપના 1984માં કરવામાં આવી હતી. ભારતમાં વધતા આતંકવાદીઓના જોખમોને દૂર કરવા માટે નિર્માણ કરવામાં આવ્યું હતું. હાઈ રિસ્ક ઓપરેશન માટે એનએસજીને તહેનાત કરવામાં આવે છે, જ્યારે તેમને બ્લેક કેડ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ફોર્સ દરેક પ્રકારની આતંકવાદી ગતિવિધિઓને ડામવા માટે જાણીતી છે, જેમાં ખાસ કરીને હાઈજેકિંગ યા બંધકોને છોડાવવાના હોય તો મજબૂત કાર્યવાહી કરે છે.

એનએસજી દેશના વ્યૂહાત્મક વિસ્તારોમાં તહેનાત કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીર સહિત દેશના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં કમાન્ડોને તહેનાત કરવામાં આવે છે. આગામી દિવસોમાં સરકાર ઓપરેશનલ રોલ વધારવા માટે વિચારણા કરી રહી છે, જેથી આકસ્મિક સ્થિતિમાં પહોંચી વળી શકાય. ક્વિક રિસ્પોન્સ માટે પણ એનએસજી જાણીતી છે.

એનએસજીનું હેડ ક્વાર્ટર હરિયાણાના માનેસર ખાતે આવેલુ છે, જ્યારે રિજનલ હબ મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા અને ગાંધીનગરમાં પણ છે. હબ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ જે તે ઝોનમાં બનેલી આતંકવાદી યા અન્ય બાબતને ઝડપથી પહોંચી વળવાનો છે. કહેવાય છે કે એનએસજી આગામી મહિનામાં અનેક આધુનિક હથિયારો, સ્માર્ટ ટેક્નોલોજી, એઆઈ આધારિત ઓપરેશનલ સિસ્ટમથી સજ્જ બનશે. જેનો હેતુ ખાસ કરીને દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાનો છે, જ્યારે વધુ સક્ષમ બનાવવાનો છે.

એનએસજી આતંકવાદ વિરોધી અભિયાનમાં સક્રિય રહેવાની સાથે પરંતુ દેશમાં વીવીઆઈપી સુરક્ષા માટે પણ મહત્ત્વની જવાબદારી નિભાવે છે. વડા પ્રધાન અને અન્ય હાઈ પ્રોફાઈલ નેતાઓની સુરક્ષા એનએસજીની સ્પેશિયલ રેન્જર ગ્રુપ (એસઆરજી) નિભાવે છે. એનએસજીનું એક વાક્ય બહુ લોકપ્રિય છે, સર્વત્ર, સર્વોત્તમ, સુરક્ષા છે. આગામી વર્ષોમાં તેનું કદ અને વિસ્તાર પણ વિસ્તાર કરવામાં આવશે. ભારતની આ બ્લેક કેટ ફોર્સ ફક્ત દેશની સુરક્ષાના પ્રતીક છે, પરંતુ આ આધુનિક ભારતની પ્રેસિજન, પ્રોફેશનલિઝમ અને પરફેક્શનની પણ મિસાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!