સરકારે લોન્ચ કરી NPS સ્કીમઃ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરો
બાળકોના ઉછેર અને શિક્ષણના ખર્ચમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. મોંઘવારીના વધારા સાથે જીવનધોરણ મોંઘું બનતું જાય છે, તેથી પરિવારના સુખસંપત્તિ માટે થોડા લાંબા સમયનો વિચાર કરીને રોકાણ કરવામાં આવે તો ફાયદો થાય છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરી, તેનાથી માતાપિતા પોતાના બાળકોની નિવૃત્તિ માટે સ્કીમમાં રોકાણ કરી શકે છે.
હજાર રુપિયાથી રોકાણ
18 વર્ષની ઉંમરના દીકરા-દીકરીના નામે એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ નોર્મલ એનપીએસ એકાઉન્ટમાં બદલી શકો છો. માત્ર હજાર રુપિયાથી રોકાણ કરી શકો છે. માતા-પિતા ઓનલાઈન અથવા બેંક યા પોસ્ટ ઓફિસમાં જઈને પણ એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. વાત્સલ્ય એકાઉન્ટ ખોલવા માટે મિનિમમ 1,000 રુપિયાથી કરી શકો છો. એના પછી ખાતાધારકે વર્ષે એક હજાર રુપિયાનું યોગદાન આપવાનું રહેશે. એકાઉન્ટ માટે આધાર કાર્ડ, પેન કાર્ડ સાથે બર્થડે પુરાવો યા પ્રમાણપત્ર આપવાનું જરુરી છે.
યોજના અને એનું મહત્ત્વ
એનપીએસ વાત્સલ્ય યોજના પહેલાથી ચાલે છે, પરંતુ એનપીએસ યોજના બાળકો સુધી વિસ્તારિત કરી છે. આ યોજનામાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પણ ખાતું ખોલી શકાય છે, જ્યારે અઢાર વર્ષની ઉંમર પૂરી થતા ઓટોમેટિક એનપીએસમાં પરિવર્તિત થશે. એનપીએસ યોજના અન્વયે ખાતું ખોલનારાના ખાતામાં પેન્શન ફક્ત 60 વર્ષની ઉંમરે મળશે. એનપીએસે શેર, કોર્પોરેટ લોન અને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરીને અનુક્રમે 14 ટકા, 9.1 ટકા અને 8.8 ટકાનું રિટર્ન પ્રાપ્ત કર્યું હતું.
1.86 કરોડથી વધુ ગ્રાહક
નાણા પ્રધાને કહ્યું હતું કે એનપીએસ વાત્સલ્ય યોજનાથી સારું એવું રિટર્ન આપે છે, જ્યારે ભવિષ્યની આવકને પણ નિશ્ચિત કરવા માટે લોકોને બચતનો પણ વિકલ્પ આપ્યો છે. છેલ્લા 10 વર્ષમાં એનપીએસના 1.86 કરોડ ગ્રાહક થયા છે, જ્યારે એયુએમ એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ 13 લાખ કરોડ રુપિયાની થઈ છે.
એનપીએસનું ફલક વધાર્યું
2004થી એનપીએસ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી, જે પહેલા સરકારી કર્મચારીઓ માટે હતી, પરંતુ 2020થી ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે દરવાજા ખોલવામાં આવ્યા હતા. સરકારે આ યોજના લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું કે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ની સ્કીમ ખાનગી કર્મચારીઓ માટે પણ ફાયદાકારક છે. એનપીએસમાં રોકાણ 43 ટકા સીએજીઆરથી વધ્યું છ, જ્યારે તેની તુલનામાં સરકારી કર્મચારીઓને 27 ટકાના હિસાબથી વધારો થયો છે.