UPI Cash Withdrawal: હવે રોકડ માટે ATMમાં જવાની જરૂર નહીં પડે, આ રીતે મળશે પૈસા
સ્માર્ટફોનથી રોકડ કાઢવાનું થશે સરળ, NPCI ટૂંક સમયમાં 20 લાખથી વધુ બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ આઉટલેટ્સ પર UPI મારફત કેશ કાઢવાની સુવિધા શરૂ કરશે
સ્માર્ટફોનથી રોકડ કાઢવાનું હવે સરળ થશે, જેના માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીએઆઈ)એ મોટી તૈયારી કરી છે. ભારતમાં ટૂંક સમયમાં 20 લાખથી વધુ બિઝનેસ કોરસપોન્ડન્ટ (બીસી) આઉટલેટ્સ પર યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ મારફત કેશ કાઢી શકાશે. આ બાબતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પણ એનપીસીઆઈને મંજૂરી માગી છે, જેથી ગ્રાહકોની પૈસા પ્રાપ્તિમાં વધુ સુવિધા થઈ શકે.
હાલના તબક્કે યુપીઆઈ બેઝ્ડ કેશ વિડ્રોઅલની સુવિધા અમુક એટીએમ અને અમુક દુકાનોમાં ઉપલબ્ધ છે, જ્યારે અમુક મર્યાદાઓ પણ રાખવામાં આવી છે. નાના ગામ, યુનિટ અને શહેરોમાં પણ દરેક ટ્રાન્ઝેક્શન પર 1,000 રુપિયા અને ગામમાં 2,000 રુપિયા સુધીની લિમિટ પણ રાખી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો યોજના અન્વયે બીસી આઉટલેટ્સ પર દરેક ટ્રાન્ઝેક્શનમાં 10,000 રુપિયા સુધી રોકડ કાઢી શકાશે.
બિઝનેસ કોરસપોન્ડ્ટ્સ આઉટલેટ્સ એટલે શું
બિઝનેસ કોરસપોન્ડટ્સ લોકલ એજન્ટ હોય છે, જે રોજ જે તે વિસ્તારોમાં બેન્કિંગ સર્વિસ પૂરી પાડે છે, જ્યાં એટીએમની સુવિધા પણ હોતી નથી. આ પ્રકારના વિસ્તારની બેંકની શાખામાં એક્સટેન્શન બનીને કામ કરતા હોય છે. બિઝનેસ કોરસપોન્ડ્ન્ટ કોઈ દુકાનદાર, એનજીઓ અને કોઈ પણ વ્યક્તિ બની શકે છે. આ અગાઉ લોકો આધાર આધારિત ઓથેન્ટિકેશન અને ડેબિટ કાર્ડ મારફત રોકડ કાઢવા માટે બિઝનેસ કોરસપોન્ડન્ટનો ઉપયોગ કરતા હતા.
હવે જો યુપીઆઈ બેઝ્ડ ક્યુઆર કોડ લાગુ કરવામાં આવે તો ગ્રાહક પોતાના ફોન પર કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોડ સ્કેન કરીને પૈસા કઢાવી શકે છે. એના અન્વયે લાખોની સંખ્યામાં નાના નાના સર્વિસ પોઈન્ટ અથવા દુકાનદારોને ક્યુઆર કોડ આપવામાં આવશે. આ બાબત માટે એનપીસીઆઈએ આરબીઆઈ પાસે મંજૂરી માગી હતી, જેમાં યુપીઆઈ મારફત કેશની સુવિધા બિઝનેસ કોરસપોન્ડન્ટને આપવામાં આવે.
નવી સિસ્ટમનો ફાયદો દૂર-અંતરિયાળ ગામના લોકોને થઈ શકે છે, તેમાંય વળી જે ગ્રાહકોને ફિંગરપ્રિન્ટને પ્રમાણભૂત કરવામાં મુશ્કેલી થતી હોય, જ્યારે ડેબિટ કાર્ડનો ઓછો ઉપયોગ કરવા માગતા લોકોને ફાયદો થાય છે. હાલમાં ગ્રાહક બીસી પાસે માઈક્રો એટીએમમાં પૈસા ઉપાડે છે હવે આ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ બીસી આઉટલેટ પર જઈને ક્યુઆર કોડ સ્કેન કરીને પૈસા કાઢી શકે છે. એનપીસીઆઈએ 2016માં યુપીઆઈ લોન્ચ કર્યું હતું.
