જાપાનમાં ‘મહાવિનાશક’ ભૂકંપની આગાહી, કેટલું થશે નુકસાન?
ગયા અઠવાડિયા દરમિયાન મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ પછી ભારતના પાટનગર દિલ્હીમાં પણ ભૂકંપની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. મ્યાનમાર અને થાઈલેન્ડના ભૂકંપને કારણે ગણતરીના કલાકોમાં હજારો લોકોના મોત થયા હતા, જ્યારે હજારો લોકોને ઈજા પહોંચી હતી. હવે દુનિયાના એક વધુ દેશ માટે વિનાશક ભૂકંપ માટે ચેતવણી આપી છે. આ ભૂકંપને વૈજ્ઞાનિકો મહાભૂકંપ કહે છે. ધરતીમાં આવનારા કંપનના ખતરનાક સિગ્નલ અને કયા દેશ પર લટકી રહી છે મહાભૂકંપની તલવાર તો જાણીએ કયા દેશ પર જોખમ તોળાઈ રહ્યું છે.
આ અગાઉ થાઈલેન્ડ અને મ્યાનમારા આવેલા 7.7 રિક્ટર સ્કેલના ભૂકંપને કારણે મોટી જાનહાનિ સાથે સમગ્ર અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે, જ્યારે મૃત્યુ પામનારાના સાચા આંકડા મળ્યા નથી ત્યારે હવે ધરતીના પેટાળમાં ભૂકંપ નામનો દાનવ હવે જાપાનને તહસનહસ કરી શકે છે.
જાપાનમાં વિનાશક ભૂકંપની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેને વૈજ્ઞાનિક મેગા ક્વેક તરીકે ઓળખે છે, જે 7 રિક્ટર સ્કેલથી આગળ વધીને આઠ રિક્ટર સ્કેલના ભૂકંપ આવવાની ચેતવણી આપી છે. આ ભૂકંપને કારણે જમીન પર જ નહીં, પરંતુ દરિયામાં પણ વિનાશ વેરી શકે છે. આ મહાભૂકંપને કારણે 2.80 લાખ લોકોનાં મોત થઈ શકે છે, જ્યારે બિલ્ડિંગ તૂટી પડવાની પણ શક્યતાઓ રહેશે, જેનાથી 73,000 લોકો શિકાર બની શકે છે, જ્યારે આગ લાગવાને કારણે 9,000 લોકોના મોત થઈ શકે છે.
ખાસ કરીને જાપાન ભૂકંપ ઝોનમાં આવી રહ્યું છે, તેથી એલર્ટ આપવામાં આવી છે. ભૂકંપની ચેતવણી પૂર્વે છેલ્લા 600 વર્ષની ધટના અને ડેટાનો અભ્યાસ કર્યો છે. સ્ટડીના જણાવ્યાનુસાર જાપાનમાં વર્ષે 1400 જેટલા મહાભૂકંપ આવતા રહ્યા છે, જેમાં દરેક મહાભૂકંપ 100થી લઈને 200 વર્ષના અંતરે આવે છે. આ અગાઉ મહાભૂકંપ 1946માં આવ્યો હતો, તેથી હવે 2046 સુધીમાં જાપાનમાં મહાભૂકંપ આવી શકે છે.
જાપાનમાં મહાભૂકંપ માટે નાનકાઈની ફોલ્ટલાઈન જવાબદાર છે, જે ટોકિયોથી લઈને જાપાનથી દક્ષિણમાં ક્યોશો સુધી જાય છે. આ ફોલ્ટલાઈનમાં જો કોઈ હિલચાલ થઈ તો જાપાનમાં વિશાનક ભૂકંપનો શિકાર બની શકે છે. ભૂકંપને કારણે જાપાનમાં બિલ્ડિંગનું નિર્માણ કાર્ય અલગ રીતે કરવામાં આવે છે. બિલ્ડિંગના પાયા અને નીચેના પાયાનો આધારે એટલો મજબૂત બનાવાય છે કે વધુ નુકસાન થાય નહીં. આ ટેક્નિકને કારણ જાપાનમાં જાનમાલને ઓછું નુકસાન થાય છે. આમ છતાં મહાભૂકંપને માટે હજુ જાપાનમાં કોઈ ટેક્નિક નથી. 20 વર્ષમાં જાપાને સફળતા હાસલ કરી તો બચી શકે છે નહીં તો દુનિયામાં જાપાનનું નામોનિશાન મિટાઈ શકે છે.