દુનિયાનો એ દેશ કે જ્યાં એક પણ મુસ્લિમ નથી રહેતો…
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયાને આખરે દુનિયાનો કયો દેશ છે એ કે જ્યાં એક પણ મુસલમાન નથી? ચાલો તમને એ વિશે જણાવીએ. વાત કરીએ દુનિયાના એક એવા સ્વતંત્ર રાષ્ટ્રની કે જ્યાં એક મુસલમાન નથી રહેતો. આ દેશની ટપાલ સેવા દુનિયાની સૌથી ઝડપી ટપાલ સેવા છે. જી હા, અમે અહીં વાત કરી રહ્યા છીએ ભારતથી 6,574 કિલોમીટર દૂર યુરોપમાં આવેલા વેટિકન સિટીની.
વેટિકન સિટી 11મી ફેબ્રુઆરી, 1929ના ત્રણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરીને સ્વતંત્ર થયો અને પોતાની સત્તા સ્થાપિત કરી. આ દેશ દુનિયાનો સૌથી નાનો દેશ છે જેનું ક્ષેત્રફળ 0.44 સ્ક્વેર કિલોમીટર છે. આ દેશ સંપૂર્ણપણે રોમ અને ઈટલીની અંદર સ્થિત છે. 2024માં આ દેશની વસતી 496 લોકોની હતી. આટલા આ ટચૂકડાં દેશ પાસે પોતાની સેના છે અને એને સ્વિસ ગાર્ડના નામે ઓળખવામાં આવે છે. આ સેનાની સ્થાપના 1506માં કરવામાં આવી હતી.
વાત કરીએ ટપાલ સેવાની તો દુનિયાના સૌથી ટચુકડાં દેશની ટપાલ સેવા દુનિયાની સૌથી ઝડપી ટપાલ સેવા માનવામાં આવે છે. આ એક માત્ર એવો દેશ છે કે જ્યાં કોઈ હોસ્પિટલ કે જેલ નથી આવેલી. પરંતુ હા અહીં ફાર્મસી શોપ આવેલી છે, જ્યાંથી દવા વગેરે ખરીદી શકાય છે.
અહીં રહેતા નાગરિકોની વાત કરીએ તો તેમાં ઈટાલિયન, સ્વિસ, આર્જેન્ટિની અને બીજા રાષ્ટ્રના નાગરિકોનો સમાવેશ થાય છે. અહીંની પ્રમુખ ભાષાઓ લેટિન, ઈટાલિયન અને ફ્રેન્ચ છે. અહીંની નાગરિકતા મેળવવા માટે પોપની મંજૂરી અનિવાર્ય છે.
હવે આવે છે મુદ્દાની વાત કે જેના વિશે જાણવા માટે તમે આટલા બધા ઉતાવળા થયા છો. હેડિંગમાં કહ્યું એમ આ દેશમાં એક પણ મુસલમાન નથી વસતો. વેટિકન સિટી દુનિયાનો એક માત્ર એવો દેશ છે કે જ્યાં એક પણ મુસલમાન નાગરિક નથી. આ દેશમાં માત્ર ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો જ વસે છે. વેટિકન સિટી ક્રિશ્ચિયન લોકો માટે એક પવિત્ર શહેર છે. ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, ભારત જેવા દેશોમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે, ત્યારે વેટિકન સિવાય ગ્રીનલેન્ડ અને મોનેકોમાં મુસ્લિમોની સંખ્યા ઓછી નથી.