July 1, 2025
અજબ ગજબ

ઇંગ્લેન્ડના આકાશમાં એવું કંઈક જોવા મળ્યું કે લોકોને લાગ્યું ઘેલું

Spread the love

 

લંડનઃ ચોમાસાના દિવસોમાં આકાશમાં મેઘધનુષ જોવાનો લ્હાવો મળતો હોય છે પરંતુ તાજેતરમાં બ્રિટનનું આખું આકાશ ઝળીહળી ઊઠ્યું હતું. આમ તો પિંક અને ગ્રીન કલરના આકાશના અલભ્ય નજારાને જોવા માટે લોકો નોર્ધન લાઈટ્સ જતા હોય છે, પરંતુ ગઈકાલે રાતના આખા ઈંગ્લેન્ડવાસીઓ ઘરેબેઠા અલભ્ય નજારો જોવા મળ્યો હતો.
ગઈકાલે રાતના યુનાઈટેડ કિંગડમ (યુકે)નું આકાશ લોકોને ઝળહળતું જોવા મળ્યું હતુ, જેમાં પિંક અને ગ્રીન રંગોનું મિશ્રણ હતું. કહેવાય છે કે એનું કારણ સોલાર સ્ટ્રોમને થયું. વૈજ્ઞાનિક રીતે કહીએ તો સૂર્યમાળામાં છેલ્લા અનેક દાયકાઓમાં નહીં જોવા મળેલો નજારો લોકોને જોવા મળ્યો હતો અને લોકોએ સોશિયલ મીડિયા પર તેને શેર કરીને ખુશાલી વ્યક્ત કરી હતી.
સામાન્ય રીતે લોકોને નોર્થન લાઈટ્સમાં જોવા મળે છે, પરંતુ ગઈકાલે રાતના સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્થન આઈલેન્ડ, યુકે સહિત યુરોપના અન્ય દેશોમાં આકાશમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. જોકે, એના કારણે નિષ્ણાતોએ સેટેલાઈટ્સ અને પાવર ગ્રિડ સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન થવાની ભિંતી વ્યક્ત કરી હતી. અન્ય એક નિષ્ણાતે કહ્યું હતું કે કોરોનલ માસ ઈજેક્શનને કારણે આ પ્રકારનું સૌર તોફાન નિર્માણ થાય છે.
દરમિયાન હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી આપવામાં આવી હતી કે યુકેના ઉત્તર ભાગ સહિત દક્ષિણ ભાગમાં લાંબા એક્સપોઝર સાથે તમને આકાશમાં અલભ્ય નજારો જોવાની તક મળશે અને લોકોએ ફોટોગ્રાફી કરીને મોજ માણી હતી.


સોશિયલ મીડિયા પર લોકોએ તેના ફોટોગ્રાફ અને વીડિયો શેર કરીને આકાશના અલભ્ય નજારા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકોએ ખુશી વ્યક્ત કરવાની સાથે ચેતવણી આપી હતી. દરમિયાન યુરોપમાં અત્યારે હીટ વેવની ચેતવણી આપી હતી. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે ઈતિહાસમાં પહેલી વખત તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. ગરમીને કારણે અત્યાર સુધીમાં ઉપખંડમાં એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો બીમારીના પણ ભોગ બન્યા છે. આ અગાઉ 2003માં યુરોપ હીટ વેવનો શિકાર બન્યા હતા, ત્યારે 70,000 લોકોનાં મોત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!