આજે નો-ટોબેકો ડે (No Tobacco Day) ઉજવાય છે, જાણી લો શું છે મહત્ત્વ
દર વર્ષે 31મી મેના નો-ટોબેકો ડે (No Tobacco Day-No smoking) ઉજવાય છે. ખાસ કરીને તમાકુ ખાનારા માટે વિશેષ મહત્ત્વ આંકવામાં આવે છે. તમાકુ કે ખૈની ખાનારા લોકોને એનું સેવન નહીં કરવા માટે જાગૃત કરવામાં આવે છે. ભારતમાં જ નહીં, દુનિયામાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે તેનો રસપ્રદ ઈતિહાસ પણ છે. 31મી મેના સ્પેશિયલ થીમના આધારે ઉજવણી પણ લોકો કરે છે. તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે એ દરેક સિગારેટ યા તમાકુના પેકેટ પર જાહેર ચેતવણી લખવામાં આવે છે.
તમાકુનું સેવન કરવાનું આરોગ્ય માટે જોખમી હોવાની ચેતવણી છતાં ભારત સહિત દુનિયામાં 1.3 અબજ લોકો તમાકુનું સેવન કરે છે. વધારે પડતા તમાકુના સેવનથી કેન્સર સહિત અન્ય બીમારીનું જોખમ ઊભું થાય છે. તમાકુના વધારે પડતું સેવન આરોગ્ય માટે ચિંતાજનક બાબત છે.
અમુક લોકોની દલીલો પણ જોરદાર હોય છે કે વર્ષોથી ખાવા છતાં કંઈ થતું નથી. બસ લોકોના આવા ભ્રમને દૂર કરવા માટે દુનિયામાં મુહિમ છેડવામાં આવી હતી કે તમાકુનું સેવન કરવામાં ન આવે. દર વર્ષે લોકો 31મી મેના દુનિયાભરમાં વિશ્વ તમાકુ દિવસ મનાવવામાં આવે છે, તેનાથી દુનિયામાં લોકોને તમાકુથી થનારા નુકસાન અંગે જાગૃત કરવામાં આવે છે.
નો ટોબેકો ડેની શરુઆત ક્યારથી થઈ તો 1987માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ) દ્વારા ડબલ્યુએચએ40.38 નામે પ્રસ્તાવ પાસ કરવાની અપીલ કરી હતી. જેને સાત એપ્રિલ 1988ના વર્લ્ડ નો ટોબેકો દિવસની સ્થાપના કરી હતી. એનો હેતુ મુખ્યત્વે 24 કલાક માટે એટ લિસ્ટ લોકોએ તમાકુનું સેવન નહીં કરવાનો હતો, ત્યાર બાદ 31મી મેના દર વર્ષે નો-ટોબેકો ડે તરીકે જાણીતો બન્યો.
આ વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઈન્ડસ્ટ્રી ઈન્ટરફિયરન્સની છે. એનો અર્થ એ છે કે આગામી પેઢીની સુરક્ષા કરી શકાય અને તમાકુનો ઉપયોગ કરવાનું પ્રમાણ લોકો ઓછું થાય. આ ઉદ્દેશને લઈ લોકોને એ સંદેશ પહોંચાડવામાં આવે કે બાળકોને પણ તમાકુની ફેક્ટરીઓમાં કામ સોંપવામાં આવે નહીં.
વિશ્વ તમાકુ દિવસના મહત્ત્વની વાત કરીએ તો યુવાનોમાં તમાકુ યા ધુમ્રપાનનું સેવન વધી રહ્યું છે જેના માટે વધુ કામનો બોજો ડોળ પણ હોય છે. ઉપરાંત, દોસ્તો-મિત્રો સાથે દેખાદેખીનું પ્રમાણ પણ છે. એક સર્વેક્ષણમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 13-15 વર્ષના બાળકોમાં તમાકુ અને નિકોટીનનું સેવન કરવાનું પ્રમાણ વધારે છે. હકીકતમાં સિગારેટ-પાન-મસાલા યા ગુટકા સહિત અન્ય તમાકુવાળી પેકેટનું સેવન ફેફસા, મોંઢા અને હૃદયરોગની બીમારી સહિત શ્વાસ સંબંધિત બીમારી ઊભી કરે છે.
ટૂંકમાં, આ દિવસનું જેટલું મહત્ત્વ આંકવામાં આવે છે તેના માટે ખાસ તો આપણે આપણા પરિવારના સભ્યોની સુરક્ષા માટે પણ તમાકુ-ધુમ્રપાનનું સેવન કરવાનું ટાળવું જોઈએ, જે વ્યક્તિના પોતાના અને પરિવારના માટે હિતકારી છે. તો આજ પૂરતા નો-સ્મોકિંગ કે નો-ટોબેકો ડેનું પાલન કરશો ને?