તમારુ Gmail Account કોઈ બીજું તો નથી વાપરી રહ્યું ને? આ રીતે તપાસો…
ગૂગલ દ્વારા પૂરી પાડવામાં આવતી Gmailની સુવિધા ખૂબ જ મહત્વની છે અને એમાં પણ જ્યારથી સ્માર્ટ ફોન આવ્યા છે ત્યારથી તો ખાસ, કારણ કે આખા ફોનનું બેકઅપ જ આ જીમેઈલ પર હોય છે. જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ જ કોઈ પણ ટેકનોલોજીનો જેટલો ફાયદો થાય છે એટલો જ ગેરફાયદો પણ હોય છે. આવું જ કંઈક જીમેલ એકાઉન્ટનું પણ છે. તમારું જીમેલ એકાઉન્ટ તમારા સિવાય બીજું કોઈ પણ તો નથી વાપરતું ને એ જાણી લેવું પણ એટલું જ મહત્ત્વનું છે પણ આખરે કઈ રીતે? આજે અમે તમને અહીં એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ…
ગૂગલ અને જીમેલનો વિસ્તાર ખૂબ જ બહોળો છે અને એટલે જ તેને સુરક્ષિત રાખવું ખૂબ જ આવશ્યક છે. જો કોઈ વ્યક્તિ તમારૂ જીમેલ એકાઉન્ટ હેક કરી લે છે તો તમારા પર્સનલ ફોટોથી લઈને ઓટીપી સહિતની મહત્ત્વની માહિતી તેના હાથમાં જતી રહે છે. આવી પરિસ્થિતિમાં જીમેલ લને સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્ત્વનું બની જાય છે આવો જોઈએ કઈ રીતે…
અમે અહીં તમને કેટલીક એવી કામની ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે તમારા જીમેલને પ્રોટેકટેડ રાખી શકો છો. આની સાથે સાથે જ તમે એ પણ જાણી શકશો કે તમારું જીમેલ એકાઉન્ટ તમારા સિવાય કોઈ બીજું તો નથી વાપરી રહ્યું ને?
જીમેલ એકાઉન્ટ તમારા સિવાય કોઈ બીજું પણ ઍક્સેસ કરી રહ્યું છે કે નહીં એ જાણવા માટે સૌ પ્રથમ તમારું જીમેલ એકાઉન્ટ ખોલો, ત્યાર બાદ તેને સ્ક્રોલ કરીને જમણી બાજુએ નીચેની તરફ જુઓ. અહીં તમને યુઝર્સ ડિટેલ જોવા મળશે, જેના પર ક્લિક કરીને તમે લાસ્ટ એકાઉન્ટ એક્ટિવિટી પર ક્લિક કરો. હવે તમારી સામે એક માહિતી સામે આવશે જેમાં તમારૂ એકાઉન્ટ ક્યાં ક્યાંથી લોગ ઈન કરવામાં આવ્યું છે તેની ઇન્ફોર્મેશન હશે. જો તમારા લોગઈન ના હોય તો તમે એને રિમુવ પણ કરી શકો છો.
આ ઉપરાંત જીમેલમાં એક ખાસ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે જેની મદદથી તમે જાણી શકો છો કે કયા કયા ડીવાઈસ પરથી તમારૂ એકાઉન્ટ લોગ ઈન કરવામાં આવ્યું છે. આ માટે તમારે જીમેલમાં જઈને લિંક્ડ ડીવાઈસના ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી સામે કયા કયા ડીવાઈસ પરથી તમારૂ એકાઉન્ટ લોગ ઈન કરાયું છે એની માહિતી આવી જશે. જો તમારા ડીવાઈસ ના હોય તો તમે એને લોગ આઉટ કરીને તમારૂ એકાઉન્ટ સિકયોર કરી શકો છો..