નીતિ આયોગ મીટિંગઃ વિપક્ષી સીએમની ગેહાજરી વચ્ચે મમતા હાજર રહ્યા પણ અધવચ્ચે
નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટની જાહેરાત પછી આજે નીતિ આયોગની મહત્ત્વની બેઠકમાં કર્ણાટક, કેરળ, તેલંગણા, પંજાબ, હિમાચલ પ્રદેશ બહિષ્કાર કર્યા પછી આજે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી હાજર રહીને મીટિંગમાંથી નીકળી ગયા હતા. કર્ણાટક, કેરળની સરકારે બજેટમાં ભેદભાવ કરવાના આરોપ સાથે મીટિંગનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ મમતા બેનરજીએ હાજરી આપીને વચ્ચેથી બહાર નીકળી ગયા હતા.
બેઠકમાંથી બહાર નીકળી ગયા પછી મમતા બેનરજીએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં મને બોલવાની તક આપવામાં આવી નહોતી. આવું કઈ રીતે ચાલી શકે? મમતા બેનજરીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર પોતાની મનમાની કરી રહી છે. મેં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે અન્ય રાજ્યો સાથે ભેદભાવ કરવો જોઈએ. હું બોલવા માગતી હતી કે પણ મને પાંચ મિનિટ માટે બોલવા દીધું હતું. મારા પહેલા અન્ય લોકોએ દસથી પંદર મિનિટ વાત કરી હતી. વિપક્ષમાંથી તો હું તો એકલી હતી, જેને બેઠકમાં ભાગ લીધો હતો, પરંતુ મને બોલવાની કોઈ તક આપી નહોતી. આ વાત અપમાનજનક છે. આ પશ્ચિમ બંગાળનું જ નહીં, પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું પણ અપમાન છે.
#WATCH दिल्ली में नीति आयोग की बैठक पर पश्चिम बंगाल की सीएम ममता बनर्जी ने कहा, "…तीन साल से हमारा 100 दिन का काम(मनरेगा) बंद करके रखा, आवास योजना बंद करके रखा। ऐसे कोई सरकार नहीं चलती। आप अपनी पार्टी और दूसरी पार्टी में भेदभाव नहीं कर सकते, आप केंद्र में सत्ता में हैं। आपको… pic.twitter.com/0xNCYFNzQc
— ANI_HindiNews (@AHindinews) July 27, 2024
નીતિ આયોગની આ બેઠકમાં અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ બજેટમાં ભેદભાવનો આરોપ મૂકતા બહિષ્કાર કર્યો હતો. બહિષ્કાર કરનારા રાજ્યમાં તમિલનાડુના સીએમ એમ. કે. સ્ટાલિન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની સાથે આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળના પંજાબ અને દિલ્હી સરકારનો પણ સમાવેશ થાય છે. એના સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધરમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્ખુ અને તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી પણ બેઠકનો વિરોધ વ્યક્ત કરીને ગેરહાજર રહ્યા હતા.
વિપક્ષી રાજ્યના મુખ્ય પ્રધાને વિરોધ વ્યક્ત કરીને ગેરહાજર રહ્યા હતા, પરંતુ એકલા મમતા બેનરજી નીતિ આયોગની મીટિંગમાં હાજરી આપી હતી. જોકે, આ નેતાઓની વાતને સંયુક્ત મંચ પર ઉઠાવવી જોઈએ, પણ મને વધુ બોલવા જ દીધી નહીં. વાસ્તવમાં નીતિ આયોગને જ તાળા મારવા જોઈએ અને ફરીથી ગઠન કરવું જોઈએ, એવો દાવો કર્યો હતો.