લાખના બાર હજારઃ આ નવ શેરે રોકાણકારોને રસ્તા પર લાવી દીધા, જાણો ક્યા છે?
આદિત્ય બિરલા ફેશનથી લઈને ઓલા ઈલેક્ટ્રિક સુધી, બજારમાં કયા સ્ટોક ધરાશાયી થયા તે જાણો વિગતવાર

શેરબજારની પરિસ્થિતિની નિરંતર બદલાતી રહે છે, જેથી લીલા ભેગું સૂકું પણ બળી જતું હોય છે. શેરબજારમાં એવી જ પરિસ્થિતિ રહે છે. અમુક સ્ટોકમાં ગમે ત્યારે તેજી જોવા મળતી હોય છે, જ્યારે અમુક શેરમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો નોંધાતો હોય છે. નિફ્ટી 500ના અમુક સ્ટોકમાં જોરદાર ઘટાડો નોંધાયો છે, જેમાંથી નવેક શેર તો બાવન સપ્તાહના તળિયાથી 80 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
સેન્સેક્સ અને બીએસઈના 500 જેવા ઈન્ડેક્સમાં બાવન સપ્તાહની ઊંચી સપાટીથી લગભગ પાંચથી છ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે નિફ્ટી 500 ઈન્ડેક્સમાં અમુક શેરમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીમાં 500માં નવ શેર બાવન સપ્તાહના તળિયાથી વધુ ઘટાડો નોંધાયો હતો, જે ક્યા હતા તેની વિગતવાર વાત કરીએ. આદિત્ય બિરલા ગ્રુપનો આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલમાં 79 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ શેરનો ભાવ બાવન અઠવાડિયાની તળિયાની સપાટીએ ઘટીને 76 રુપિયાનો ભાવે પહોંચ્યો હતો, જે 365 રુપિયાની ઊંચી સપાટી (બાવન સપ્તાહની)એ હતો.
એ જ રીતે ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી 53 રુપિયાના મથાળે રહ્યો છે, જેનો ભાવ અગાઉ 158 રુપિયા હતો, જેમાં 66 ટકાનું ધોવાણ થયું છે. ત્રીજો શેર સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યૂએબલ એનર્જીમાં 63 ટકાનો ઘટાડો થયો છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યૂએબલ એનર્જીનો ભાવ ઘટીને 278 રુપિયાએ રહ્યો છે, જેનો બાવન અઠવાડિયાની ઊંચી સપાટીનો ભાવ 758 હતો.
સિમેન્સની વાત કરીએ તો 8,130 રુપિયાની ઊંચી સપાટીથી 61 ટકા ઘટીને 3,155 રુપિયાના ભાવે રહ્યો છે. 1,460 રુપિયાનો તેજસ નેટવર્ક્સનો ભાવ ઘટીને 581 રુપિયાના મથાળે રહ્યો છે, જેમાં 60 ટકાનો ઘટાડો થયો છે. તેજસ નેટવર્ક્સ સિવાય એચએફસીએલ સ્ટોકની વાત કરીએ તો 56 ટકાનો ઘટાડો થયો છે, જે 171 રુપિયાથી ઘટીને 75 રુપિયાએ રહ્યો છે.
અદાણી ગ્રીન એનર્જી પણ 2,092 રુપિયાના સર્વોચ્ચ મથાળેથી ઘટીને એક હજાર રુપિયાની નીચે ગયો છે. અદાણી ગ્રીન એનર્જીના ભાવમાં 53 ટકાનો ઘટાડો થયો છે, જેનો ભાવ 976 રુપિયાએ રહ્યો છે. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ પણ 53 ટકા ઘટીને શેરનો ભાવ 411 રુપિયાની સપાટીએ રહ્યો છે, જે બાવન સપ્તાહની ઊંચી સપાટી 874 રુપિયાની હતી. પંજાબ એન્ડ સિંધ બેંક પણ 53 ટકા ઘટીને 29 રુપિયાએ રહ્યો છે, જે અગાઉ 62 રુપિયાનો ભાવે હતો.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)
