પહલગામ હુમલા પાછળ પાકિસ્તાનને ‘બેનકાબ’ કર્યું એનઆઈએએ
હુમલાખોર આતંકવાદીઓ કાશ્મીરમાં છુપાયેલા હોવાના અહેવાલ
પહલગામના આતંકવાદી હુમલામાં પાકિસ્તાની સેના અને એની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની સંડોવણી તો છે, જેના પુરાવા એનઆઈએને મળ્યા છે. પહલગામના આતંકવાદી હુમલામાં બે આતંકવાદી હાશમી મુશા અને અલી ભાઈ ઉર્ફે તલ્હા પાકિસ્તાની છે, જ્યારે આ હુમલાને પણ તેમનો દોરીસંચાર હતો. આતંકવાદીઓ પોતાના હથિયારો દસ કિલોમીટર દૂર છુપાવ્યા હતા, જ્યારે આતંકવાદીઓને હુમલા માટે આતંકવાદી સંગઠન લશ્કર અને આઈએસઆઈનો હાથ હતો.
હુમલામાં આઈએસઆઈ, આર્મીની સીધી સંડોવણી
જમ્મુ કાશ્મીરના પહલગામના હુમલામાં પાકિસ્તાન ભલે ઈનકાર કરે પણ તેના પુરાવા મળી આવ્યા છે. એનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની ફક્ત આતંકવાદીઓને પહલગામમાં હુમલા માટે મોકલ્યા હતા, પરંતુ એમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાનની આર્મીની પણ સંડોવણી હોવાનું એનાઆઈએના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.
લશ્કરના હેડ ક્વાર્ટરમાં યોજના ઘડી હતી
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પહલગામ હુમલામાં બે આતંકવાદીનો હાથ હતો.હાશમી મુશા અને અલી ભાઈ ઉર્ફે તલ્હાનો હાથ છે. આ બંને પાકિસ્તાની છે અને આઈએસઆઈ અને પાકિસ્તાની આર્મીના પુરાવા મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ હથિયારો બેતાબ વેલીમાં રાખ્યા હતા. આતંકવાદીઓએ આઈએસઆઈના ઈશારે લશ્કરના હેડ ક્વાર્ટરમાં હુમલાની યોજના ઘડી હતી.
એનઆઈએ 150 લોકના નિવેદનો નોંધ્યા
ઓવર ગ્રાઉન્ડ વર્કર્સના નિવેદનના આધારે એનઆઈએ લિસ્ટ તૈયાર કરી છે. ઓવર ગ્રાઉન્ડ વર્ક્સ પર પોલીસ અને કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટમાં એનઆઈએ લગભગ 150 લોકોના નિવેદનો નોંધ્યા છે. એનઆઈએ થ્રીડી મેપિંગ અને રિક્રિએશનની વાત પણ પ્રાથમિક રિપોર્ટમાં સમાવેશ કર્યો છે.
પીઓકેના હેન્ડલરના સંપર્કમાં રહીને કર્યો હુમલો
ઘટનાસ્થળેથી મળેલા કારતુસને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે તેના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. એનઆઈએના પ્રાથમિક રિપોર્ટમાં પીઓકેનો ઉલ્લેખ અને આતંકવાદીઓ પીઓકે સ્થિત પોતાના હેન્ડલરના સંપર્કમાં હતા. અહીં એ જણાવવાનું કે પહલગામના હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલામાં માર્યા જનારા પર્યટકમાં એક નેપાળનો હતો તથા હુમલાની જવાબદારી ટીઆરએફે લીધા પછી ફેરવી તોળ્યું હતું. ભારતે પાકિસ્તાન સામે એક્શન લીધા હતા, જેમાં સૌથી પહેલા સિંધુ જળ સમજૂતી અટકાવી હતી.
આતંકવાદીઓ હજુ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા
બીજી બાજુ પહલગામમાં હુમલો કરનારા આતંકવાદીઓ હજુ કાશ્મીરમાં છુપાયેલા છે. ઈન્ટેલિજન્સના અહેવાલ અનુસાર આતંકવાદીઓ હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે. એમની પાસે પર્યાપ્ત અનાજ-પાણીનો પુરવઠો છે તેમ જ તેઓ પહાડીઓમાં લાંબા સમય સુધી રહેવા માટે ટેવાયેલા છે.