અનંત અને રાધિકા પહોંચ્યા પેરિસ ઓલિમ્પિકમાં, તસવીરો વાઈરલ
પેરિસઃ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ દીકરા અનંતના ધામધૂમથી લગ્ન કરાવ્યા પછી દુનિયામાં પ્રસિદ્ધિ મેળવી લીધી. લગ્ન પાછળ હજારો કરોડ રુપિયાનો ખર્ચો કરવાને કારણે પરિવાર લાઈમલાઈટમાં રહ્યો હતો ત્યારબાદ પેરિસ ઓલિમ્પિકમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી પહોંચ્યા હતા, જ્યારે હવે નવપરિણિત દીકરો અનંત રાધિકા સાથે પહોંચ્યો છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચંટ ગ્રાન્ડ વેડિંગ પછી પેરિસમાં પહોંચ્યા છે. ન્યૂલી વેડ કપલના અનેક વીડિયો અને તસવીરો પણ વાઈરલ થઈ છે. વીડિયોમાં કપલને ઓલિમ્પિકમાં ગેમમાં સામેલ થયા હતા. પરિવારમાં મુકેશ અંબાણી, ઈશા અંબાણી અને આનંદ પિરામલ સામેલ હતા. વાયરલ તસવીરોમાં અનંત અંબાણી પત્ની રાધિકા સાથે ઓલિમ્પિક ગેમનો આનંદ માણતા જોવા મળ્યા હતા. તેમની સાથે મુકેશ અંબાણી, ઈશા અંબાણી નીચેની રોમાં બેઠેલા જોવા મળ્યા હતા.
View this post on Instagram
;
અનંત અંબાણીના લૂકની વાત કરીએ તો બ્લેક કલરના ફ્લોરલ પ્રિન્ટેડ શર્ટ પહેર્યો હતો, જ્યારે મેચિંગ પેન્ટ પહેર્યું હતું. નવી નવેલી દુલ્હને ડાર્ક ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો હતો.
મુકેશ અંબાણીએ પણ ક્લાસિક બ્લુ અને વ્હાઈટ કલરનો ચેક્સમાં શર્ટ પહેર્યો હતો, જ્યારે બ્લેક પેન્ટમાં સજ્જ જોવા મળ્યા હતા. દીકરા ઈશા અંબાણી એકલી વ્હાઈટ કલરના ગાઉનમાં બ્યુટિફુલ લાગતી હતી, જ્યારે પતિ પિરામલ એક કેઝ્યુલ વ્હાઈટ ટીશર્ટમાં સજ્જ હતા.
View this post on Instagram
અનંત રાધિકા કપલ હોટેલ પહોંચવાની સાથે શહેરની લટાર મારતા ફોટોગ્રાફ પણ વાઈરલ થયા હતા. એક વાયર વીડિયોમાં તો અનંત શાનદાર કારમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો, જ્યારે રાધિકા પોતાના બોડીગાર્ડની સાથે શાનદાર એન્ટ્રી કરી હતી. પેરિસમાં વીતાવવામાં આવેલા સમયની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી.
